ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

Spread the love

ગોવા

ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે  આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.

અંડર-11 બોય્ઝ કેટેગરીમાં 14માં ક્રમાંકિત અને કચ્છના 10 વર્ષીય ધ્રુવે તેના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સારો દેખાવ કરતાં ત્રીજા ક્રમાંકિત અને  દિલ્હીના અરુણીમ અગ્રવાલ સામે સારો સંઘર્ષ કરતાં તેને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો .અહીં, તેણે તેના જ શહેરના સાથી અને આઠ વર્ષના રેહંશ સિંઘવીને 3-0થી પાછળ છોડીને સેમિ-ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

સેમિફાઇનલમાં ધ્રુવે બીજા ક્રમાંકિત બંગાળના મહાલનાબીશ સામે 0-3થી હારી ગયો હતો અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેનો પ્રથમ મેડલ હતો.

અંડર-13ની ગર્લ્સ કેટેગરીમાં સુરતની ધમાકેદાર ખેલાડી અને 12મી ક્રમાંકિત દાનિયા કે જેણે બીજા રાઉન્ડમાં તમિલનાડુની એ બાવિથરાને અને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં તેલંગાણાની શ્રી સાનવીને બહાર કાઢી હતી.

ક્વાટર ફાઇનલમાં 12 વર્ષીય ખેલાડીઓનો મુકાબલો પીએસપીબી એ  ની અને ચોથી ક્રમાંકિત આરાધ્યા ઢીંગરા સામે થયો હતો અને સુરતની ખેલાડીએ આ ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીને 3-2થી હરાવીને સેમી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો.  જો કે,  સેમિફાઇનલમાં દાનિયાની કર્ણાટકની અને ટોચની ક્રમાંકિત ટી કાલભૈરવ સામે હારી જતા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

અગાઉ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં, કચ્છનો યુવા ખેલાડી રેહાંસ સિંઘવી, જે આઠ વર્ષનો છે, તેણે ક્વોલિફાયર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જ્યાં તેણે ટુર્નામેન્ટના 10મા ક્રમાંકિત બંગાળના સોહન અધિકારીને 3-2થી હરાવ્યા હતું. ત્યાર બાદ રેહાંસનો આત્મવિશ્વાસ વઘ્યો હતો અને પહેલા રાઉન્ડમાં આસામના અહમદ જીહાનને 3-0થી હરાવ્યો અને પછી પ્રી-ક્વાર્ટરમાં હરિયાણાના અય મહેશ્વરીને 3-2થી રોકવા માટે સખત સંઘર્ષ કર્યો અને આખરે ક્વાર્ટરમાં તેના રાજ્ય સાથી ધ્રુવ સામે હાર થઇ હતી. 

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ રાજ્યની યુવા બ્રિગેડની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, જીએસટીટીએ આ ઉભરતા ખેલાડીઓ ઉપર ખૂબ જ ગર્વ અનુભવે છે કે જેમણે પોતાનાથી ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓને હરાવીને જીએસટીટીએને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *