બંને ફેશનગૃહોએ જોડાણ કર્યું, જેમાં AJIOનાં બહોળા ગ્રાહકો સાથે H&M ઓનલાઇન કામગીરી વધારવા આતુર, યુવા ગ્રાહકોને લક્ષ્યાંક બનાવશે
મુંબઈ
ભારતની પ્રીમિયમ ફેશન ઇ-ટેલર AJIOએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ H&M લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ H&Mની ઓનલાઇન હાજરી વધારવાનો છે, જે AJIO મારફતે વાજબી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશનને સુલભ બનાવીને એની હાલની ઓમ્નિ-ચેનલમાં પૂરક બનશે. આ રીતે AJIOએ એના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉમેરી છે.
આ જોડાણે ભારતીય ફેશન ઇ-રિટેલ બજારમાં તેમની હાજરીને મજબૂત બનાવવા H&M અને AJIO માટે રોમાંચક તક ઊભી કરી છે. જ્યારે AJIO એના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પોર્ટફોલિયોને મજબૂત કરે છે, ત્યારે H&Mનો ઉદ્દેશ AJIOના ડિજિટલ પ્લેટફોર્મ અને બહોળી પહોંચનો ઉપયોગ કરીને પોતાની પહોંચ અને પોતાના ઓનલાઇન બજારહિસ્સાને વધારવાનો છે.
H&M પોતાના આકર્ષક કલેક્શનને AJIO પર લોંચ કરશે, જેમાં વિમેન્સવેર, મેન્સવેર, કિડ્સવેર અને હોમ ડિકોરમાં 10,000થી વધારે સ્ટાઇલ સામેલ છે. રૂ. 399ની અતિ વાજબી કિંમતથી શરૂ H&Mનું કલેક્શન અગાઉ કરતાં વધારે સુલભ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે.
આ જોડાણ પર AJIOનાં સીઇઓ વિનીત નાયરે કહ્યું હતું કે, “છેલ્લાં એકથી બે વર્ષમાં અમે ફેશનનું કલેક્શન વધાર્યું છે, જેથી અમે AJIO પર આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ બ્રાન્ડ લાવી શકીએ. AJIO પર H&Mનું લોંચ પ્લેટફોર્મની ઓફરની સ્ટાઇલની વિવિધતામાં વધારો કરવાની સાથે અમારા ગ્રાહકોને લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ટ્રેન્ડ્સ પ્રદાન કરવાની કટિબદ્ધતાનું પણ પ્રતીક છે.”
H&Mનાં A/W 2024 કલેક્શનની અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, જેને AJIO પર પ્રસ્તુત કરવામાં આવશે, જે સિઝનલ પરિવર્તનો અને વિવિધ ડિઝાઇનો સમન્વય દર્શાવે છે. આ કલેક્શન વિશાળ, આધુનિક અને વિગતવાર સિઝનલ સાથે પાનખર અને શિયાળા માટે અનુકૂળ છે. સુંદર, આકર્ષક ધાગા અને સિવેલા સ્યૂટથી લઈને લેધર અને એક્સેસરીઝ સુધી આ કલેક્શનમાં ક્લાસિક સાથે આધુનિક શૈલીનો સમન્વય થયો છે, જે વાજબી કિંમતો પર તમારા વોર્ડરોબની વિવિધતામાં વધારો કરે છે.
H&M ઇન્ડિયાના કન્ટ્રી સેલ્સ મેનેજર યાનિરા રામિરેઝએ કહ્યું હતું કે, “H&Mમાં અમારી કટિબદ્ધતા અમારી દરેક કામગીરીનું હાર્દ છે અને એ છે – તમામ ફેશનનો માર્ગ મોકળો કરવાનો. આ માન્યતા સાથે અમે AJIO સાથે વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે, જે દરેક માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશનને સુલભ બનાવવાના અમારા અભિયાનને આગળ વધારશે. AJIOના મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ અને બહોળી પહોંચનો ઉપયોગ કરીને અમે સમગ્ર દેશમાં વધારે સમજુ ગ્રાહકો સુધી પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી વસ્ત્રની અમારી વિવિધતાસભર રેન્જ સુલભ બનાવી રહ્યાં છીએ. એક બ્રાન્ડ તરીકે અમારો પ્રયાસ વિસ્તરણ અને નવીનતા માટે સતત નવા વિકલ્પો શોધવાનો હોવાથી અમે અમારા ગ્રાહકો માટે ફેશનનો શ્રેષ્ઠ અનુભવ આપવા અમારી કટિબદ્ધતાને જાળવી રાખીશું.”
H&M હવે AJIOની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની રેન્જમાં સામેલ થઈ છે, જે ગ્રાહકોને ગ્રાહકોને પસંદ કરેલી અને ખાસ તૈયાર કરેલી ફેશન સ્ટાઇલની બહોળી વિવિધતા ઓફર કરે છે. સંયુક્તપણે આ તમામ બ્રાન્ડ ભારત અને દેશવિદેશમાં ફેશન ક્ષેત્રની સફળતા અને ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ છે.
નવા લોંચ થયેલા AJIOxH&M સ્ટોરની મુલાકાત લો.