મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 જૂનિયર સ્નૂકરની ક્વાર્ટર ફાઈનલમાં મોઈન સૈયદનો વિજય

Spread the love

અમદાવાદ

147 એકેડેમી ખાતે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 (અમદાવાદ ક્વોલિફાઇંગ રાઉન્ડ)માં માત્ર 10 વર્ષના આશાસ્પદ યુવાન મોઈન સૈયદે શાનદાર પ્રદર્શન કરતા જુનિયર સ્નૂકર ક્વાર્ટર ફાઇનલમાં શૈલ ઠક્કરને હરાવ્યો હતો અને સેમિફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

સબ-જુનિયર સ્નૂકર કેટેગરીની અન્ય મેચમાં અન્ય ઉભરતા યુવા સ્ટાર કબીર શાહે સેમિફાઇનલમાં શાદ જાફરીને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

કબીર શાહ

મેચનો સ્કોર

(સબ-જુનિયર સ્નૂકર)(સેમી ફાઈનલ)

કબીર શાહ જીત્યા વિ. શાદ જાફરી 2-0

મુઆવિયા ઠાકોર જીત્યા વિ. પ્રિયાંશુ પ્રજાપતિ 2-0

(જુનિયર સ્નૂકર)

ક્વાર્ટર ફાઇનલ

મુઆવિયા ઠાકોર જીત્યા વિ. ધ્રુવિક સલારિયા 2-0

મોહિત વાધવાણી જીત્યા વિ. હેત રાઠોડ 2-0

મોઇન સૈયદ જીત્યા વિ. શૈલ ઠક્કર 2-0

જયદીપ પટેલ જીત્યા વિ. તનય પટેલ 2-0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *