· રિસ્ક કલ્ચરમાં વધુ ધ્યાનની જરૂર પડે છે અને સંસ્થાના ટોચના સ્તરેથી તેની માલિકી તથા સંચાલન થાય તે જરૂરી છે
· ભારતીય કોર્પોરેટ જગત સાયબરસિક્યોરિટી, ટેલેન્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, કાયદાકીયનિયમનકારી તથા વ્યાપક આર્થિક જોખમો અંગે વધતી ચિંતાઓનો સામનો કરી રહ્યું છે
· રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસીસમાં સુધારો થયો છે પરંતુ ટોચના જોખમો માટે હજુ પણ સંપૂર્ણ તૈયારી જોવા મળતી નથી
· વાર્ષિક અહેવાલોમાં રિસ્ક દર્શાવવા અંગે હજુ મોટા રેડ ફ્લેગ જોવા મળે છે
મુંબઈજેમ જેમ ભારત વિકસિત ભારત 2047 કાર્યક્રમ હેઠળ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ તેણે ઝડપી આર્થિક વૃદ્ધિ જાળવી રાખી છે. જટિલ જોખમી વાતાવરણ વચ્ચે આ પ્રગતિ ભારતીય ઉદ્યોગો માટે તકો અને પડકારો બંને રજૂ કરે છે. એક મજબૂત રિસ્ક કલ્ચર સંસ્થાને ગણતરીપૂર્વકના જોખમો લઈને અને સંભવિત ચિંતાઓ તથા જોખમોનું અસરકારક રીતે સંચાલન કરીને વિશ્વાસપૂર્વક તેના ઉદ્દેશ્યોને આગળ ધપાવવા માટે સક્ષમ બનાવશે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયાનો ઈન્ડિયા રિસ્ક રિપોર્ટ 2024 સંસ્થાકીય વ્યૂહરચનાઓમાં રિસ્ક કલ્ચરને સમાવવાની નિર્ણાયક જરૂરિયાત વ્યક્ત કરે છે. રિપોર્ટમાં સંસ્થાના રિસ્ક કલ્ચરને સમજવા માટે સરળ એ-બી-સી અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકો તથા સમૂહોના અભિગમો તેમની વર્તણૂંકને આકાર આપે છે. સમય જતાં આ વારંવારની વર્તણૂંકો સંસ્કૃતિ બનાવે છે જે આખરે સંસ્થામાં અભિગમો અને વર્તણૂંકો પર પ્રભાવ પાડે છે.
આ રિપોર્ટ સક્રિય રિસ્ક મેનેજમેન્ટના મહત્વની સમયસર યાદ અપાવે છે. તે જોખમની ધારણાઓ, મેનેજમેન્ટ પ્રેક્ટિસ તથા સાંસ્કૃતિક પાસાંના વ્યાપક સર્વેના આધારે ભારતીય કંપનીઓમાં રહેલી સંસ્કૃતિ અને પ્રક્રિયાઓના આત્મમૂલ્યાંકનની આકારણી કરે છે. તે જટિલ જોખમના ક્ષેત્રે આગળ વધવા અને ટકાઉ વૃદ્ધિ માટેની તકો ખોલવા માટે વ્યવસાયોને જેના પર કામ કરી શકાય તેવી આંતરદ્રષ્ટિથી સજ્જ કરે છે.
પ્રાથમિક અને ગૌણ સંશોધનને સમાવતા આ વ્યાપક અભ્યાસમાં વિવિધ ક્ષેત્રોના બિઝનેસ અને રિસ્ક લીડર્સની મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટનું લક્ષ્ય અસરકારક રિસ્ક પ્રેક્ટિસમાં રહેલી સ્થિતિસ્થાપક સંસ્થાકીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વખતે જોખમોની અમારી સમજ અને મેનેજમેન્ટમાં વધારો કરવાનું છે. તે વર્ષ 2022 અને 2023 માટેના તેમના વાર્ષિક અહેવાલોના આધારે 50થી વધુ વૈશ્વિક કંપનીઓ અને 500થી વધુ ભારતીય કંપનીઓના રિસ્ક ડિસ્ક્લોઝરને ચકાસે છે. આ ડિસ્ક્લોઝરનું પ્રમાણ અને ગુણવત્તા આ સંસ્થાનોમાં પ્રવર્તમાન રિસ્ક કલ્ચરમાં આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે.
મહત્વના તારણોઃ
1. રિસ્ક મેચ્યોરિટીઃ પાકટ સંસ્થાનો સુનિશ્ચિત કરે છે કે તમામ કર્મચારીઓ તેમના જવાબદારીના ક્ષેત્રોમાં જોખમોને ઓળખી શકે. સર્વેના પ્રતિભાવો મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ બાબતે સુધારો જોવા મળ્યો છે. હજુ પણ 42 ટકા સંસ્થાનો બોર્ડ કે રિસ્ક ડિપાર્ટમેન્ટ જોખમોને ઓળખે તેવી અપેક્ષા રાખે છે.
2. રિસ્ક કલ્ચરઃ રિસ્ક કલ્ચરને માપવું એ તે તેની અમૂર્ત અને વ્યક્તિલક્ષી પ્રકૃતિના લીધે અનોખા પડકારો ઊભા કરે છે. આ જટિલતા છતાં અમારી રિસર્ચ ટીમે સંસ્થાની સ્થિતિસ્થાપકતાને બેન્ચમાર્ક કરવા માટે રિસ્ક કલ્ચર સ્કોરિંગ સિસ્ટમ (0-100) વિકસાવી છે. અમારા તારણો સૂચવે છે કે માત્ર 16 ટકા વ્યવસાયોએ જ 60થી વધુનો સ્કોર નોંધાવ્યો છે જેમાં માંડ 6 ટકા વ્યવસાયોએ 80-100 વચ્ચેનો સ્કોર હાંસલ કર્યો છે.
3. ટોચના જોખમોઃ સાયબરસિક્યોરિટી, ટેક્નોલોજી અને પ્રતિભાઓની અછત એ તમામ ક્ષેત્રોમાં ગંભીર ચિંતાઓ તરીકે ઊભરી આવી છે. વ્યવસાયો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તેમનું અવલંબન વધારે છે ત્યારે સાયબર હુમલાના જોખમો નોંધપાત્ર રીતે વધ્યા છે જ્યારે કુશળ પ્રતિભાઓને નોકરીએ રાખવા અને જાળવી રાખવાના પડકારો હજુય વધી રહ્યા છે.
4. મધ્યમ કદની કંપનીઓઃ આ વર્ષનો રિપોર્ટ મધ્યમ કદની કંપનીઓમાં જોખમના મહત્વ પર પણ ભાર મૂકે છે જે ભારતીય અર્થતંત્રનો પાયો છે અને ભારતના જીડીપીનો લગભગ ત્રીજો ભાગ તથા આપણી કુલ નિકાસોમાં અડધો હિસ્સો ધરાવે છે. એકંદરે, મધ્યમ કદની કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઉત્ક્રાંતિ દર્શાવી છે.
5. 10 ઇન્ડસ્ટ્રી લીડર્સ અને 5 રિસ્ક એક્સપર્ટ્સનું એક્સપર્ટ એનાલિસીસઃ વિવિધ ક્ષેત્રોમાં જટિલ રિસ્ક બાબતોમાં આગળ આવવાનો વર્ષોનો અનુભવ ધરાવતા અમારા નિષ્ણાંત પ્રદાનકર્તાઓ અને મહત્વના બાહ્ય હિસ્સેદારોએ આ વ્યૂહરચનાઓ પૂરી પાડી છે અને ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા અને જટિલ જોખમ ક્ષેત્રોને મેનેજ કરવામાં વ્યાપક પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કોર્પોરેટ સોલ્યુશન્સ બિઝનેસના ચીફ સંદીપ ગોરડિયાએ જણાવ્યું હતું કે “વિવિધ ઉદ્યોગોમાં જોખમની ધારણા અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે. એક સમયે જોખમોથી દૂર મનાતા સેક્ટર્સ પણ હવે વૈશ્વિક જોખમના ક્ષેત્રની વધતી ગતિશીલ અને એકમેક સાથે જોડાયેલી પ્રકૃતિના પગલે નવા અને જટિલ પડકારોનો સામનો કરી રહ્યા છે. પ્રતિભાઓની અછત અને આર્થિક અનિશ્ચિતતાઓ ઉપરાંત સાયબર સિક્યોરિટીના જોખમોમાં વધારાએ રિસ્ક મેનેજમેન્ટને વ્યૂહાત્મક વિચારણામાંથી કામની અનિવાર્યતામાં ફેરવી દીધું છે. આજના માહોલમાં સંસ્થાનોએ આ ઊભરતા જોખમોની ધારણા સેવવા અને તેમાંથી આગળ નીકળવા માટે ભવિષ્યલક્ષી વિચાર અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. આ માળખામાં ઇન્શ્યોરન્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે જે વણદેખીતા ડિસ્રપ્શન સામે વ્યૂહાત્મક બફર અને નાણાંકીય સુરક્ષા બંને પૂરા પાડે છે. આઈઆરએમ સાથેના અમારા સહયોગથી અમે ઊંડાણપૂર્વકની આંતરદ્રષ્ટિ તથા કામ કરી શકાય તેવી વ્યૂહરચનાઓ પૂરી પાડી શક્યા છીએ જે ન કેવળ તાત્કાલિ જોખમોનું સમાધાન કરે છે પરંતુ લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતાને પણ પ્રોત્સાહન આપે છે. રિસ્ક મેનેજમેન્ટને તેમની મુખ્ય કામગીરીમાં સંકલિત કરીને વ્યવસાયો ન કેવળ તેમના ભવિષ્યને સુરક્ષિત રાખી શકે છે પરંતુ અસ્થિર પરિસ્થિતિઓમાં ઊભી થતી તકોનો લાભ પણ લઈ શકે છે.”
આઈઆરએમ ઈન્ડિયા અફિલિયેટના સીઈઓ અને ભારતના સૌથી યુવા એન્ટરપ્રાઇઝ રિસ્ક એક્સપર્ટ હર્ષ શાહે જણાવ્યું હતું કે “ભારત વિકસિત ભારત 2047 પહેલ હેઠળ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તે અપ્રતિમ તકો અને ગંભીર પડકારોના ત્રિભેટે આવીને ઊભો છે. વ્યવસાય અને જોખમના ગતિશીલ ક્ષેત્રમાં નવા જ સ્તરની ચપળતા અને અગમચેતીની માંગ કરે છે. આ જ પરિપ્રેક્ષ્યમાં અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે અમારા રિપોર્ટની બીજી એડિશન “Building Resilience: A Comprehensive Analysis of Risk Culture in India’s Corporate Sector” રજૂ કરી છે. આ બીજી એડિશન ખૂબ જ નિર્ણાયક છતાં સંસ્થાની તંદુરસ્ત સ્થિતિનું મોટાભાગે ઉપેક્ષા સેવાતું પરિબળ એવા રિસ્ક કલ્ચરની મહત્તામાં ઊંડે સુધી ડૂબકી લગાવે છે. રિસ્ક કલ્ચરને સમજવા અને તેને વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા ઊભી થતી પરિસ્થિતિઓ માટે તૈયારી કરવાની, અનિશ્ચિતતાઓમાંથી આગળ આવવાની અને અસરકારક રીતે તકોનો લાભ લેવાની સંસ્થાની ક્ષમતા પર તેની ઊંડી અસરથી ઉદ્ભવે છે.”
મહત્વના તારણોઃ
· ધ્યાન ખેંચનારા ટોચના જોખમોઃ સાયબર સિક્યોરિટી જોખમો અને પ્રતિભાની અછત એ તમામ ક્ષેત્રોમાં મુખ્ય ચિંતાઓ બની રહી છે. જેમ જેમ વ્યવસાયો ડિજિટલ પ્લેટફોર્મ પર વધુને વધુ આધાર રાખતા થયા છે, તેમ સાયબર હુમલાઓ વધ્યા છે, જે એક ગંભીર જોખમ રજૂ કરે છે. આ ઉપરાંત, ઘણી સંસ્થાઓને કુશળ પ્રતિભાઓ મેળવવામાં અને જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે અને શ્રમ બજાર વધુ સ્પર્ધાત્મક બનતાની સાથે આ વલણ વધુ તીવ્ર થવાની સંભાવના છે.
· જોખમની બદલાતી ધારણા: રિપોર્ટ દર્શાવે છે કે કેટલાક ક્ષેત્રો જોખમને કેવી રીતે જુએ છે. ગયા વર્ષે બીએફએસઆઈ અને સર્વિસીઝ સેક્ટર્સ ઓછું જોખમ ધરાવતા હતા અને હવે તેને જોખમી તરીકે જોવામાં આવે છે કારણ કે તેઓ મેક્રો ઇકોનોમિક દબાણ અને સાયબર સુરક્ષા જેવા જટિલ પડકારોનો સામનો કરી રહ્યા છે, જ્યારે એનર્જી/યુટિલિટીઝ અને ફાર્મા, જે ગયા વર્ષે ઉચ્ચ જોખમ ધરાવતા હતા, તે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સંબંધિત જોખમોનો ઉપાય કરવા લાગ્યા છે. જો કે, મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન બંને વર્ષોમાં સમાન રીતે નીચલા સ્તરે રહ્યા છે એટલે તે સતત છે.
· જોખમની ઓળખ: ટ્રેન્ડ્સ મુજબ અમે જોઈએ છીએ કે તમામ કર્મચારીઓમાં જોખમને ઓળખવાનું પ્રમાણ 2023માં 26 ટકાથી વધીને 2024માં 32 ટકા થઈ ગયું છે, જે માલિકી અને જવાબદારીમાં વધારો દર્શાવે છે. “black swan” અને “gray rhino” ઘટનાઓ (જે અનુક્રમે અણધારી અને અગમ્ય આપત્તિઓ રજૂ કરે છે) ને ઓળખવાને હવે સંસ્થાની સફળતામાં નોંધપાત્ર યોગદાન તરીકે જોવામાં આવે છે.
· રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્શ્યોરન્સ: આ ઉપરાંત, રિપોર્ટ દર્શાવે છે કે મુખ્ય જોખમોને ઘટાડવા માટે વ્યવસાયો વધુને વધુ નુકસાન ઘટાડવાના સોલ્યુશન્સ અને ઇન્શ્યોરન્સ તરફ વળી રહ્યા છે. સાયબર સિક્યોરિટી માટે 47 ટકાથી વધુ ઉત્તરદાતાઓએ નુકશાન નિયંત્રણ માટેના પગલાં લીધા છે, જ્યારે આટલા જ ટકાના ઉત્તરદાતાઓએ તેમના એક્સપોઝરને મેનેજ કરવા માટે ઇન્શ્યોરન્સ પસંદ કર્યો છે. 71 ટકા સંસ્થાઓ દ્વારા નુકશાન નિયંત્રણના પ્રયાસો દ્વારા ટેકનોલોજી જોખમ ઘટાડવામાં આવ્યું છે, જ્યારે 66 ટકા સંસ્થાઓએ કાયદાકીય અને નિયમનકારી જોખમો મેનેજ કર્યા છે. આગના જોખમો સૌથી વધુ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવાયેલા જોખમો છે, જેમાં 70 ટકા વ્યવસાયોએ તેને આવરી લીધું છે. જો કે, આબોહવા પરિવર્તનના જોખમને મેનેજ કરવામાં નોંધપાત્ર અંતર રહેલું છે, કારણ કે 37.5 ટકા કંપનીઓમાં હજુ પણ કોઈપણ પ્રકારના જોખમ ઉકેલનો અભાવ છે, જે એક એવું ક્ષેત્ર સૂચવે છે કે જ્યાં વધુ ઇન્શ્યોરન્સ અને રિસ્ક મેનેજમેન્ટ પ્રયત્નો જરૂરી છે.
· રિસ્ક કલ્ચરને મજબૂત બનાવવું: રિપોર્ટમાં મુખ્ય થીમ સંસ્થાનોમાં મજબૂત રિસ્ક કલ્ચરને પ્રોત્સાહન આપવાનું મહત્વ છે. સર્વે દર્શાવે છે કે ઘણા વ્યવસાયો હજુ પણ એવી સંસ્કૃતિ કેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જ્યાં રિસ્ક મેનેજમેન્ટ રોજિંદા નિર્ણય લેવાનો ભાગ છે. સમગ્ર ક્ષેત્રની કંપનીઓએ તેમની એકંદર સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવા માટે જોખમોથી જાગૃત કર્મચારીઓ ઊભા કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
· રિસ્ક ડિસ્ક્લોઝર: રિસ્ક ડિસ્ક્લોઝર પર સમર્પિત ચેપ્ટર 521 લિસ્ટેડ ભારતીય કંપનીઓનું વિશ્લેષણ કરે છે તે દર્શાવે છે કે માત્ર 3 ટકા ઉત્તરદાતાઓએ બે વર્ષમાં સાતત્યપૂર્ણ રિસ્ક ડિસ્ક્લોઝર જાળવી રાખ્યું છે, જે ભારતીય સંસ્થાઓ માટે ખતરાની નિશાની છે. અસરકારક રિસ્ક ડિસ્ક્લોઝર માટે ટોપ-ડાઉન અભિગમની જરૂર છે, જ્યાં ટોચના સ્તરે ટોન સેટ કરવામાં આવે છે, અને બોર્ડને સમગ્ર સંસ્થામાં રિસ્ક કલ્ચર ચલાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે.
નક્કર રિસ્ક મેનેજમેન્ટ પ્રક્રિયાઓ અને અદ્યતન ટેકનોલોજી રિસ્ક મેનેજમેન્ટ માટે જરૂરી છે, ત્યારે મજબૂત રિસ્ક કલ્ચર પણ મહત્વપૂર્ણ છે. આ સંસ્કૃતિથી કંપનીમાં દરેક વ્યક્તિનું જોખમોને જાણવા, ઓળખવા અને તેનું સંચાલન કરવા માટે સશક્તિકરણ થવું જોઈએ.
રિસ્ક કલ્ચરનું સ્વ-મૂલ્યાંકન અને રિસ્ક ડિસ્ક્લોઝર એનાલિસીસ, સંસ્થાનોમાં રિસ્ક કલ્ચરને વધારવાની તાત્કાલિક જરૂરિયાતને રજૂ કરે છે. આ સંશોધનથી ઉદ્યોગના રિસ્ક લીડર્સ અને ભારતીય કંપનીઓના તમામ હિતધારકોને ફાયદો થશે. તે તેમને મહત્વાકાંક્ષી ધ્યેયોને આત્મવિશ્વાસપૂર્વક આગળ ધપાવવા માટે સક્ષમ બનાવીને રિસ્ક-ઇન્ટેલિજન્ટ અને રિસ્ક-રેડી બનવા માટે જેમાં ધ્યાન આપવાની જરૂર હોય તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરશે.