મેસ્સી-ઈનીએસ્ટા-યમલ જેવા સ્ટાર ફૂટબોલર્સ કક્ષાની તાલીમની અમદાવાદી ફૂટબોલ પ્રેમીઓને તક

Spread the love

બાર્સા એકેડમી દ્વારા દેશના છ શહેરોમાં વિદેશી કોચના માર્ગદર્શનમાં ફૂટબોલની તાલીમ અપાશે

અમદાવાદ

અમદાવાદ અને દેશના ફૂટબોલ લવર્સ (રમતમાં આગળ વધવા ઈચ્છતા યુવાઓ) માટે લિયોનેલ મેસ્સી, આન્દ્રેસ ઇનીએસ્ટા, ઝેવી હર્નાન્ડેઝ અને ઉભરતા સ્ટાર લેમિન યમલ જેવા સ્ટાર્સ કક્ષાની તાલીમની તક બાર્સા એકેડેમી દ્વારા આપવામાં આવી રહી છે. આના માટે એકેડમી દ્વારા અમદાવાદ સહિત દેશના છ શહેરોમાં એકેડમી દ્વારા તાલીમ કેમ્પનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત અમદાવાદમાં એસજીવીપીના ફૂટબોલ મેદાન પર પાંચ દિવસના તાલીમ કેમ્પનો પ્રારંભ કરાયો છે. જેમાં 70 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે. તાલીમ કેમ્પમાં સ્થાનિક ફૂટબોલ કોચ ઉપરાંત વિદેશી કોચ પણ જોડાયા છે.

ભારતના બાળકોને ઉચ્ચકક્ષાની ફૂટબોલની તાલીમનો પ્રયાસઃ બેની મેગ્રેલી

બાર્સા એકેડેમીના ગ્લોબલ ડિરેક્ટર બેની મેગ્રેલીએ જણાવ્યું હતું કે, ભારતના બાળકોમાં ફૂટબોલ પ્રત્યેનો ખૂબજ લગાવ જોવા મળે છે પરંતુ યોગ્ય ઉચ્ચકક્ષાની તાલીમના અભાવે તેઓ આ રમતમાં ઉચ્ચકક્ષાએ સારો દેખાવ કરી શકતા નથી આ સ્થિતિમાં તેમને અમારી એકેડમીના નિષ્ણાત વિદેશી અને દેશી કોચ યોગ્ય માર્ગદર્શન આપી બાર્સા સુધી પહોંચવાની યોગ્યતા કેળવવાનો પ્રયાસ કરશે.

ભારતના બાળકોને સારી તકઃ જતીન આહુવાલિયા

બાર્સા એકેડેમીના સત્તાવાર ભાગીદાર, સહ-સ્થાપક જતીન અહલુવાલિયાએ જણાવ્યું, વિશ્વના મહાન ફૂટબોલર્સની કક્ષાની તાલીમ માટે ભારતના બાળકોને આ કેમ્પથી સારી તક મળશે. આગળ જતા તેઓ આ રમતમાં કારકિર્દી પણ બનાવી શકશે.

મેદાન-મેદાન બહારની રમતની નીતિઓની તાલીમઃ અભિષેક સકલાની

બાર્સા એકેડેમીના ઓફિશિયલ પાર્ટનરના સહ-સ્થાપક અભિષેક સકલાનીએ જણાવ્યું કે, ભારતના બાળકોને મેદાનમાં અને મેદાનની બહાર આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા સાથે કઈ રીતે કામ પાર પાડી શકાય એ માટેની તાલીમ નિષ્ણાત કોચ દ્વારા આપવામાં આવશે જેથી બાળકો ફૂટબોલમાં તેમની કારકિર્દી માટેનું સ્વપ્ન જોઈ શકે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમઃ આદિત્ય આહલુવાલિયા

બાર્સા એકેડેમીના ઓફિશિયલ પાર્ટનરના સહ-સ્થાપક આદિત્ય આહલુવાલિયાએ કહ્યું કે, ભારતીય બાળકો માટે બાર્સામાં નિષ્ણાતો દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમનો અનુભવ મેળવવાની તક છે.

બાર્સા એકેડેમી 50થી વધુ દેશમાં કાર્યરત

બાર્સા એકેડેમી એ એફસી બાર્સેલોનાનો સત્તાવાર યુવા વિકાસ કાર્યક્રમ છે, જે 50 થી વધુ દેશોમાં કાર્યરત છે. દર વર્ષે, તે વિશ્વભરમાં લગભગ 200 શિબિરો દ્વારા 25,000 થી વધુ બાળકોને તાલીમ આપે છે.

છ શહેરોમાં કેમ્પનું આયોજન

* બાર્સા દ્વારાભારતના છ શહેરો-અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ, ગુડગાંવ, હૈદરાબાદ અને કોલકાતામાં કેમ્પનું આયોજન.

* દરેક શહેરમાં પાંચ દિવસની સઘન તાલીમ.

* ચોક્કસ વય શ્રેણીઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે તાલીમ.

* બાર્સા એકેડેમી પદ્ધતિમાં તાલીમ પામેલા કોચ દ્વારા આપવામાં આવે છે.

* ટેકનિકલ કૌશલ્યો, વ્યૂહાત્મક સમજ, માનસિક વિકાસ અને બાર્સા મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભ્યાસ.

* બાર્સેલોનામાં બાર્સા એકેડેમી વર્લ્ડ કપ 2026 માટે પસંદગીના મેદાન તરીકે કેમ્પ.

* દરેક ભાગ લેનારાને બાર્સા એકેડેમી કીટ અને તાલીમ પૂરી થયા પછી, પ્રમાણપત્ર અપાશે.

નોંધણી પ્રક્રિયા

શહેરો, તારીખ, વય શ્રેણીઓ, ફી, નોંધણી પ્રક્રિયા અને કોચની સંપૂર્ણ વિગતો india.barcaacademy.com પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *