તુર્કીમાં સિલ્વર અને બ્રોન્ઝ સાથે ક્રિત્વિકાનું પુનરાગમન

Spread the love

અંકારા

પતિ હરમિત દેસાઈનો ભારતીય ઓલિમ્પિક્સ ટીમમાં સમાવેશ થયા બાદ ક્રિત્વિકા સિંહા રોયે તુર્કીમાં સફળતા હાંસલ કરતાં શનિવારે દેસાઈ પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. ઇજાને કારણે 2023ની આખી સિઝન ગુમાવનારી 30 વર્ષીય ક્રિત્વિકાએ સફળપુનરાગમન કરીને તુર્કી ખાતે 13થી 17મી મે દરમિયાન યોજાયેલી WTT ફીડર કેપ્પાજોસિયા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વિમેન્સ ડબલ્સ ઇવેન્ટમાં ક્રિત્વિકાએ પોયમોન્ટી બૈસ્ય સાથે જોડી બનાવીને ઇટાલીની નવમા ક્રમની વેલેન્સિયા રોનકાલ્લો અને નિકોલેટા સ્ટેફાનોવાની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં 3-0થી હરાવી હતી. ત્યાર બાદ સેમિફાઇનલમાં આ જોડીએ ભારતની યશસ્વી ઘોરપોડે અને જર્મનીની ફ્રાન્ઝિસ્કા સ્ક્રેઇનરની જોડીને પણ 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં ક્રિત્વિકાની જોડીનો જાપાનની હોનોકા હાશિમોટો અને હિટોમી સાટોની જોડી સામે 0-3  (1-11, 3-11, 8-11)થી પરાજય થતાં તેમને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.

સિંગલ્સ ઇવેન્ટમાં વિશ્વમાં 337મા ક્રમની રોયએ રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સની 104મા ક્રમની ઓઉડ્રે ઝેરીફને 3-0થી હરાવી હતી.

પોતાની આગેકૂચ જાળવી રાખતાં અગાઉ ભારત માટે નિયમિત રમનારી ક્રિત્વિકાએ 51મા ક્રમની તાઇવાનની યૂ-ઝુન સામે 3-2થી વિજય હાંસલ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જયાં તેણે યુક્રેઇનની 165મા ક્રમની વેરોનિકા મેટિયુનિનાને 3-0થી હરાવીને પહેલી વાર WTT ફીડર ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોકે ત્યાં તેનો વિશ્વમાં 82મા ક્રમની સાત્સુકી ઓડૂફ (જાપાન) સામે 0-3 (2-11, 6-11, 4-11) થી પરાજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *