
અમદાવાદ
એમપી ફાઈનાન્સિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 26 અને 27 ઓક્ટોબરના રોજ 11મો અને અંતિમ રાઉન્ડ યોજાયો હતો. જેમાં 41 ગ્લોફરોએ ભાગ લીધો હતો.
0-14 હેન્ડીકેપ કેટેગરીમાં નીલ દવે 74 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે વિજેતા થયા હતા. જ્યારે એસ.પી. સિંઘ 80 ગ્રોસ અને 36 પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહ્યાં હતા.
15-30 હેન્ડીકેપ કેટેગરીમાં 89 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે સતીશ કુમાર ચાર્ટમાં ટોચ પર રહ્યાં. જ્યારે ડૉ સિદ્ધાર્થ માવાણી 91 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યાં હતા.
24-36 હેન્ડીકેપ કેટેગરીમાં નવજોત સિંહ ભામરા 93 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે વિજેતા હતા. જ્યારે પ્રલય ઘોષ 99 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યા હતા.
ત્રણેય વિજેતાઓને ઈનામ સ્વરૂપ 3000 રિવોર્ડ પોઈન્ટ્સ અને રનર્સ અપને 1800 પોઈન્ટ મળ્યા હતા. ત્રણેય કેટેગરીમાં કુલ 16 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા.
જુનિયર કેટેગરીમાં ત્વિષા પટેલ 81 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે વિજેતા અને દેવજીત સિંહ 89 ગ્રોસ અને 37 પોઇન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા. તેઓને અનુક્રમે 1500 અને 1200 રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.
કૌશલ્ય સ્પર્ધામાં મિહિર શેઠ 251 યાર્ડના શોટ સાથે હોલ નંબર 1 પર સૌથી લાંબી ડ્રાઇવ માટે વિજેતા બન્યા હતા. બ્રિગેડિયર એ.કે.સિંઘે હોલથી માત્ર 15 ફૂટ અને ત્રણ ઈંચના અંતરે બોલ લેન્ડ કરીને હોલ 3 પર પિનની સૌથી નજીકની સ્પર્ધા જીતી હતી. આનંદ પટેલે સાત ફૂટ અને આઠ ઈંચ દૂર બોલ લેન્ડ કરીને હોલ 9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ સાથે સ્પર્ધા જીતી હતી.