ગાંધીધામ દેવર્ષ વાઘેલા, અયાઝ મુરાદ અને આયુષ તન્નાની બનેલી સુરતની ટીમે મંગળવારે શાનદાર પ્રદર્શન કરીને વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવીને મેજર અપસેટ સર્જવાની સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હગો. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.
ચોથા ક્રમની સુરતની ટીમ એક સમયે મોખરાની ક્રમાંકિત અમદાવાદની ટીમ કરતાં પાછળ હતી કેમ કે ચિત્રાક્ષ ભટ્ટે પ્રથમ મેચમાં દેવર્ષને 3-0થી હરાવ્યો હતો. જોકે અયાઝે ત્યાર બાદ મોનીશ દેઢિયા અને આયુષ તન્નાએ અન્ય મેચમાં અભિલાષ રાવલને હરાવીને સુરતને 2-1ની સરસાઈ અપાવી હતી. અમદાવાદના શ્રેષ્ઠ ખેલાડી ચિત્રાક્ષે અયાઝ સામે સંઘર્ષપૂર્ણ રમત દાખવીને અયાઝને હરાવ્યો હતો પરંતુ દેવર્ષે મોનીષ સામેના વિજય સાથે સુરતનો ફાઇનલમાં પ્રવેશ નક્કી કરી નાખ્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો વડોદરા સામે થશે. બીજા ક્રમની વડોદરાની ટીમે અન્ય સેમિફાઇનલમાં રાજકોટને 3-1થી હરાવ્યું હતું.
વિમેન્સ સેમિફાઇનલમાં મોખરાના ક્રમની સુરતની ટીમે નવસારીને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે બીજા ક્રમની ભાવનગરની ટીમ સામે ટકરાશે.
સબ જુનિયર અંડર-15 ગર્લ્સ ફાઇનલ પણ રોમાંચક બની રહે તેવી સંભાવના છે કેમ કે ત્યાં પણ સુરત અને ભાવનગર વચ્ચે મુકાબલો થનારો છે.
ટીમ સેમિફાઇનલના પરિણામો.
મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2. (ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 13-11,11-8,11-7; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ મોનીશ દેઢિયા 11-9,8-11,13-11,3-11,11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-4,15-13,11-7; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 4-11,11-8,14-12,11-9; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ મોનીષ દેઢિયા 11-6,6-11,11-9,11-4).
વડોદરા જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1. (વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ ચિંતન ઓઝા 11-4,11-2,11-3; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 9-11,11-9,11-9,11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર 11-9,11-6,11-3; વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ જયનિલ મહેતા 11-3,11-7,11-5).
વિમેન્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 12-10,6-11,11-6,11-5; કૌશા ભૈરાપૂરે જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 9-11,11-6,11-6,11-9; નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ ઝેના છિપીયા 11-2,11-4,11-1; નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરાપૂરે 11-8,9-11,11-3,8-11,11-4; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 4-11,11-3,8-11,11-5,11-6).
સુરત જીત્યા વિરુદ્ધ નવસારી 3-0. (ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-3,8-11,12-10,11-3; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-5,11-4,11-5; આફ્રૈન મુરાદ જીત્યા વિરુદ્ધ જ્હાન્વી પટેલ 11-2,11-5,11-5)
સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-1 (દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-6,8-11,11-3,11-3; અનાઈશા સિંઘવી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-7,11-5,10-12,11-4; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ/અનાઇશા 11-7,11-6,11-1; દાનિય ગોદીલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-5,11-5,11-0)
ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-0 (સચિ દોશી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી – મેચ પડતી મૂકી); ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ કેઓના પટેલ 11-6,11-9,11-4; ચાર્મી અને સચિ જીત્યા વિરુદ્ધ કેઓના અને નિત્યા 11-5,11-6,11-2).