ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગમાં રેકોર્ડ, સ્મિત પટેલ-ઉર્વિલ પટેલની સદી, હેરિટેજ સિટીટાઈટન્સનો સાબરમતીસ્ટ્રાઈકર્સ સામે 134 રને ભવ્ય વિજય થયો હતો. સાબરમતી સ્ટ્રાઈકર્સે ટૉસ જીતી હેરિટેજ સિટી ટાઈટન્સને પ્રથમ બેટિંગ આપી.
હેરિટેજ સિટી ટાઈટન્સે પોતાની 20 ઓવર્સમાં 3 વિકેટે 262 રનનો પહાડ બનાવી દીધો.
- આ સ્કોર ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગનો સૌથી મોટો સ્કોર છે.
- ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના બની છે જેમાં એક ઈનિંગમાં કોઈ ટીમના બંને ઓપનરે સદીઓ ફટકારી છે.
હેરિટેજ સિટી ટાઈટન્સબેટિંગ
સ્મિત પટેલ121 રન(63 બોલ, 18 ચોગ્ગા, 3 છગ્ગા)
ઉર્વિલ પટેલ110 રન (39 બોલ,9 ચોગ્ગા, 10 છગ્ગા)
- સ્મિત અને ઉર્વિલની જોડીએ મળીને 13.5 ઓવર્સમાં 198 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી જે એક રેકોર્ડ બની ગયો છે.
- ટાઈટન્સની ઈનિંગમાં 28 ચોગ્ગા અને 14 છગ્ગા લાગ્યા જે ચીરિપાલ ક્રિકેટ પ્રીમીયર લીગમાં કોઈપણ ટીમ દ્વારા એક ઈનિંગ્સમાં સૌથી વધુ છે.
સાબરમતી સ્ટ્રાઈકર્સ બોલિંગ
જયમીત પટેલ: 3 ઓવર્સ35રન2વિકેટ
રિંકેશ વાઘેલા : 4 ઓવર્સ 48 રન 1 વિકેટ
263 રનના ટાર્ગેટના જવાબમાં સાબરમતી સ્ટ્રાઈકર્સની આખી ટીમ 17.5 ઓવર્સમાં માત્ર 128 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ અને 134 રનના મોટા અંતરથી હારી ગઈ.
સાબરમતી સ્ટ્રાઈકર્સબેટિંગ
અલ્સાઝ ખાન 52 રન (39બોલ, 9ચોગ્ગા)
જયમીત પટેલ 30રન (27 બોલ3 ચોગ્ગા)
હેરિટેજ સિટી ટાઈટન્સ બોલિંગ
ક્રિપાલ બારડ: 3ઓવર્સ 16 રન 3 વિકેટ
શેન પટેલ: 3.5ઓવર્સ 16 રન 3 વિકેટ
સુંદરમ દિવાકર : 4 ઓવર્સ 25 રન 2 વિકેટ
મેનઑફધમેચ
હેરિટેજ સિટી ટાઈટન્સના ઓપનિંગ બેટ્સમેન સ્મિત પટેલને તેમના 63 બોલમાં 18 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફટકારેલા 121 રન માટે મેન ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.
- સાબરમતી સ્ટ્રાઈકર્સના ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન સૌરવ ચૌહાણે આ મેચમાં 14 રન બનાવ્યા જે દરમિયાન તે ફરી એકવાર ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગ-2માં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયા અને ફરી એકવાર ઑરેન્જ કેપ પોતાના નામે કરી લીધી.
