આ એકદમ વાહિયાત છે અને દરરોજ ઘરે તેની ચર્ચા માનસિક રીતે પરેશાન કરે છે, કોઈ સલાહ? શું આ સત્ય છે? યુવતીઓ લોકો પાસે માર્ગદર્શન માગ્યું

નવી દિલ્હી
મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈની રહેવાસી 26 વર્ષની યુવતીએ રીડઈટ પર એક પોસ્ટ શેર કરી છે. જે આજના યુગમાં અને ખાસ કરીને ભણેલા ગણેલા લોકો કરે તો વિશ્વાસ ન આવી શકે. લગ્ન એ દરેક યુવતીનું ખાસ અને સુંદર સપનું હોય છે. યુવકો અને યુવતીઓ પોતાના લગ્નને લઇને ઘણા સપના જોવે છે. પોતાના લગ્નને લઇને જ આ યુવતીએ એક પોસ્ટ શેર કરી છે.
પોસ્ટ શેર કરતાં યુવતી લખે છે કે, હું મુંબઈમાં રહેતી 26 વર્ષની મહિલા છું. મારા ભારતીય માતા-પિતા મને ‘મટકા’ સાથે લગ્ન કરવાનું કહે છે. જેથી મારા ભાવિ પતિનું મૃત્યુ ન થાય અથવા લગ્ન સમાપ્ત ન થાય. હું નાસ્તિક છું અને આ વિચારનો પણ સખત વિરોધ કરું છું. પરંતુ મારા માતા-પિતાએ આ વાતને પોતાનો અનાદર ગણી લીધો. હું જાણું છું કે તેઓ મને આ કરવા માટે દબાણ કરી શકશે નહીં અને તેઓ મને શારીરિક રીતે પણ દબાણ કરશે નહીં. પરંતુ આ એકદમ વાહિયાત છે અને દરરોજ ઘરે તેની ચર્ચા માનસિક રીતે પરેશાન કરે છે. કોઈ સલાહ? શું આ સત્ય છે?
યુવતીએ આ પોસ્ટમા જણાવ્યુ કે, કેવી રીતે તેના માતા-પિતા તેને ‘પોટ’ એટલે કે મટકા સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યા છે. તેના માતા-પિતા આવું એટલા માટે કરી રહ્યા છે જેથી તેના પતિનું મૃત્યુ ન થાય અને તેમની દિકરીનું લગ્નજીવન શાંતિપૂર્ણ રહે. યુવતીની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે અને તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ આવી રહી છે.
યુવતીએ સોશિયલ મીડિયા પર આગળ લખ્યું, ‘મેં મારી વાત પર અડગ રહેવાનું મન બનાવી લીધું છે.’ તેના માતા-પિતા વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ‘મારી માતા બીકોમ ગ્રેજ્યુએટ છે અને પિતા એન્જિનિયર છે.