ભારત પાસે કુલ 84 મેડલ છે જેમાં 21 ગોલ્ડ જયારે 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સામેલ છે
હાંગઝોઉ
ભારતને એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસે સૌ પ્રથમ આર્ચરીમાં જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રણીત કૌરે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યાર બાદ સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં દીપિકા પલ્લીકલ અને હરિંદર સંધુએ બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. હવે કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્ચરીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.
કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્ચરીમાં ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે દક્ષિણ કોરિયાને 235-230ના માર્જિનથી હરાવ્યું હતું. ભારતનો આ 12માં દિવસનો અત્યાર સુધીનો આ ત્રીજો ગોલ્ડ છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધી કુલ 21 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારત પાસે કુલ 84 મેડલ છે જેમાં 21 ગોલ્ડ જયારે 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સામેલ છે.