દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ સેમિફાઈનલમાં

Spread the love

અમદાવાદ       

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ સેમિફાઈનલમાં પ્રવેશી હતી તા.8,9-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં એશિયા હાઈસ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી.

હીરામણિ સ્કૂલે પ્રથમ 67 ઓવરમાં 3 વિકેટે 394 રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે 123 બોલમાં 170 રન, ક્રિષ્ના પટેલે 114 બોલમાં 100 રન નોટઆઉટ અને કથન પટેલે 72 બોલમાં 65 રન નોટઆઉટ કર્યા હાતાં.

એશિયા સ્કૂલે 15.5 ઓવરમાં 10 વિકેટે 35 રન કર્યા હતાં. જેમાં સ્મિત દેસાઈએ 6 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ(4 બોલમાં 4 વિકેટ સાથે હેટ્રિક લીધી), યક્ષ પટેલે 1.5 ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ અને શિવમ પટેલે 5 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે બીજા દાવમાં  42 ઓવરમાં 1 વિકેટે 232 રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે 123 બોલમાં 114 રન નોટઆઉટ, ક્રિષ્ના તિવારીએ 71 બોલમાં 53 રન અને જૈનિલ પટેલે 61 બોલમાં 48 રન નોટઆઉટ કર્યા હતાં.આ મેચમાં હીરામણિ સ્કૂલે  એશિયા સ્કૂલને 1 ઈનિંગ્સને આધારે હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *