ગોકુળમાં કનૈયાની રાસ લીલા, જરાસંઘ અને કંસ વધથી લઈને દ્વારકાના નાથ બનવા સુધીની કૃષ્ણની રોમાંચક સફરને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસજી રજૂ કરી

Spread the love

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો છઠ્ઠો દિવસઃ ગોપીઓ સાથેની કાનાની લીલા, કાનાને ગોકુળ ન છોડવા ગોપીઓની કાકલૂદીનું શાસ્ત્રીજી દ્વારા સુંદર વર્ણન, પંચાલ પરિવારે ઋક્ષમણિ વિવાહ યોજીને ભાવિકોને મોજ કરાવી

હરિદ્વાર

કૃષ્ણની લીલા અપરંપાર છે. ગોપીઓની મટકી ફોડીને છેડતી કરનારા કાના એ યોજેલા હોળી ઉત્સવમાં એક ગોપીને તેનો પતિ મોકલતો નથી તો કેવી યુક્તિથી કાનો ગોપીને છોડાવે છે અને તેના પતિને પણ પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે, આ વાત કરતા શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે શ્રોતાઓ સમક્ષ કાનાની ગોપીઓની સાથેની લીલાને નજર સામે લાવી દીધી. આવી તો અનેક લીલા કાનો ગોપીઓ સાથે કરે છે અને કંસના કહેવાથી કાકા અક્રૂર કમને પણ કનૈયાને મથુરા તેડવા ગોકુળ આવે છે ત્યારે માતા યશોદા અને ગોપીઓ ખુબજ વ્યથિત મને કાનાને ગોકુળથી વિદાય આપે છે. આ તમામ પ્રસંગો શ્રોતાઓએ એકચિત્તે સાંભળ્યા.

જરાસંઘ-કંસ વધ

જરાસંઘ અને મામા કંસનો કૃષ્ણ વધ કરે છે એ ઘટનાના વર્ણન દરમિયાન શ્રોતાઓ કૃષ્ણ-બલરામના બાહુબળને અનુભવી શકે છે જ્યારે બીજી તરફ મથુરાની ગાદી છોડીને કંસના પિતા રાજા ઉગ્રસેનને સત્તા સોંપીને પોતાનું કર્તવ્ય નિભવવા દ્વારકામાં રોકાયેલા કુષ્ણ એ કઈ રીતે ઋક્ષ્મણી સાથે લગ્ન કરવા પડે છે. કૃષ્ણ-ઋક્ષ્ણણીના લગ્નના તમામ પ્રસંગોને પંચાલ પરિવાર દ્વારા ખુબજ સુંદર રીતે ભજવવામાં આવ્યા હતા. સભાખંડમાં ભગવાનના લગ્નને લઈને જોરદાર માહોલ જામ્યો હતો. એમાંય વળી નિમેષ ત્રિવેદીએ સુંદર રીતે ભગવાનને અનુરૂપ લગ્નગીતો ગાઈને રંગ જમાવી દીધો દીધો હતો. ઢોલ પર અજય ગડિયા તથા ટ્રમપેડ પર સંજય મહાજન (ગીરી)ના તાલે પરિવાર અને મિત્રગણ જોરદાર ઝૂમ્યા. લગ્નવિધિમાં મુખ્ય પંડિત જયેન્દ્ર વ્યાસ રહ્યા જેમના મર્ગદર્શનમાં પંડિત યોગેશ શુક્લએ લગ્નની વિધિ સંપન્ન કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *