ઈફ્ફકોની નેનો ફર્ટિલાઈઝર પ્રમોશન કેમ્પેઈન લોન્ચ કરાઈ

Spread the love

•             200 મોડેલ નેનો વિલેજ ક્લસ્ટર્સ થકી 800 ગામના ખેડૂતોને નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરીકાનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા માટે ઈફફકો તરફથી ગ્રાન્ટ્સ અપાશે.

•             15 સંસ્થાઓને ડ્રોન દ્વારા 2.45 લાખ એકર જગ્યામાં છંટકાવ કરવા માટે ઠેકો અપાયો.

•             ઈફફકો દ્વારા ભારતીય કૃષિના મુખ્ય પ્રવાહમાં નેનો યુરિયા પ્લસ અને નેનો ડીએપી (લિક્વિડ) જેવી ઘરેલુ ઉત્પાદિત ઘરેલુ ઉત્પાદનનો ઉપયોગ કરવા માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું.

નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ કરવાનું પ્રમોટ ઈફ્ફકો દ્વારા 1લી જુલાઈ, 2024ના રોજ નેનો ફર્ટિલાઈઝર યુસેજ પ્રમોશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું. તે હેઠળ 200 મોડેલ નેનો વિલેજ ક્લસ્ટર્સ ઈફ્ફકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તે થકી 800 ગામના ખેડૂતોને ઈફ્ફકો જ્લાકા નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરીકાની કિંમત (એમઆરપી) પર 25 ટકાની સબસિડી આપવામાં આવી હતી, જેથી ખેડૂતો તેમનાં ખેતરો માટે વધુ ને વધુ નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ કરી શકે. આ સાથે ઈફ્ફકોએ ડ્રોન એન્ટરપ્રેન્યોરને એકર દીઠ રૂ. 100ની ગ્રાન્ટ આપી હતી, જેથી ખેડૂતો ઓછા દરે છંટકાવની સુવિધા મેળવી શકે. ખેડૂતોને આ મોડેલ નેનો વિલેજીસમાં પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારાથી વાકેફ કરવામાં આવ્યા હતા.

સન્માનનીય વડા પ્રધાને પણ કૃષિમાં નેનો ફર્ટિલાઈઝરોનો ઉપયોગ વધારવા માટે 100 દિવસની કૃતિ યોજના રજૂ કરી છે, જેના હેઠળ 413 જિલ્લામાં નેનો ડીએપી (લિક્વિડ)નાં 1270 પ્રદર્શન અને 100 જિલ્લામાં નેનો યુરિયા પ્લસ (લિક્વિડ)નાં 200 ટ્રાયલ હાથ ધરવામાં આવ્યાં હતાં. આ ટ્રાયલ રાજ્યની કૃષિ વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ય સંશોધન સંસ્થાઓની મદદ લેવાશે અને ભારત સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

નેનો ફર્ટિલાઈઝરો સહકારી સોસાયટીઓ અને અન્ય સેલ્સ આઉટલેટ્સને ઈફ્ફકો દ્વારા ઉપલબ્ધ કરાશે. ખેડૂતોને નેનો ફર્ટિલાઈઝરોના લાભો વિશે માહિતગાર કરવામાં આવશે. ઈફ્ફકો દ્વારા નેનો ફર્ટિલાઈઝરોના છંટકાવ માટે ખેડૂતો માટે 2500 એગ્રિકલ્ચરલ ડ્રોન્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે, જે માટે 300 નમો ડ્રોન દીદી અને ડ્રોન એન્ટરપ્રેન્યોર્સ તૈયાર કરાયા છે. ઉપરાંત સ્પ્રેયર્સના અન્ય પ્રકાર પણ ઉપલબ્ધ કરાયાં છે, જેના થકી ખેડૂતો તેમનાં ખેતરોમાં આસાનીથી નેનો ફર્ટિલાઈઝર્સનો છંટકાવ કરી શકશે. ખેડૂતોનાં ખેતરોમાં છંટકાવ કરવા માટે ડ્રોન દ્વારા 245 લાખ એકર જગ્યામાં છંટકાવકરવા 15 સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. એકર દીઠ રૂ. 100નું પ્રોત્સાહન દરેક છંટકાવ પર પૂરું પાડવામાં આવશે.

ઓગસ્ટ 2021થી 26 જૂન, 2024 સુધી ઈફ્ફકો દ્વારા ઉત્પાદિત કુલ 7.55 કરોડ નેનો યુરિયા અને 0.69 કરોડ નેનો ડીએપી બોટલોનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરાયો છે. ખેડૂતોને મહત્તમ લાભો પૂરા પાડવા માટે ઈફ્ફકો દ્વારા વર્ષ 2024-25માં 4 કરોડ નેનો યુરિયા પ્લસ અને 2 કરોડ નેનો ડીએપી બોટલો ઉત્પાદન કરવાનું લક્ષ્ય રખાયું છે. આ કડીમાં એપ્રિલ 2024થી ઈફ્ફકોએ ખેડૂતોને નેનો યુરિયા પ્લસ (લિક્વિડ) 20% w/v Nની ઉચ્ચ એકાગ્રતા ઉપલબ્ધ કરી આપી છે, જે ગુણવત્તાયુક્ત પાકની ઉત્પાદકતા અને પર્યાવરણીય રક્ષણ વધારવામાં મદદરૂપ થશે.

આ અભિયાન હેઠળ ઈફ્ફકોએ દેશના સર્વ જિલ્લાઓમાં સહકારી સોસાયટીઓના સચિવોને તાલીમ, પ્રસિદ્ધિ, ખેતરોમાં પરીક્ષણનું નિયોજન પણ કર્યું છે. ખાતર મંત્રાલય પણ  યોજનાન અમલ કરવા સહયોગ કરશે, જેથી ખેતરોમાં રાસાયણિક ખાતરોને બદલે નેનો ફર્ટિલાઈઝરોના ઉપયોગને પ્રોત્સાહન મળી શકે. આ મહાઅભિયાન હેઠળ 6 કરોડ નેનો ફર્ટિલાઈઝરોની બોટલો પૂરી પાડવાની યોજના છે, જે ઈફ્ફકોની સહકારી સોસાયટીઓ અને અન્ય સહકારી સોસાયટીઓના 36,000 સભ્ય થકી વિતરણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *