રિલાયન્સ ફાઉન્ડેશનના જ્યોતિ યારાજી પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય

Spread the love

જ્યોતિની અદ્દભૂત સિદ્ધિ સખત મહેનત અને સપનાં સેવવાની શક્તિનો પુરાવોનીતા એમ. અંબાણી

મુંબઈ

પવન વેગે દોડતી જ્યોતિ યારાજી એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે ત્યારે તે તદ્દન અજાણ્યા મેદાનમાં હશે. રિલાયન્સ ફાઉન્ડેશનની સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા હશે. મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટ 1972થી દરેક ઓલિમ્પિકનો ભાગ રહી છે, પરંતુ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે કોઈ ભારતીય એથ્લિટ આ યાદીમાં સ્થાન મેળવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, “ઓલિમ્પિકમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય બનવા બદલ અમને અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લિટ જ્યોતિ યારાજી માટે ખૂબ જ આનંદ અને અત્યંત ગર્વ છે. જ્યોતિની સફર, તેનું સમર્પણ અને આ અવિશ્વસનીય સિદ્ધિ સપનાની શક્તિ અને અવિરત મહેનતનો પુરાવો છે. તે ભારતના યુવાનોની ભાવના, પ્રતિભા અને મુશ્કેલીઓ સામે અડગ રહેવાને મૂર્તિમંત કરે છે.”

“રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જ્યોતિ અને અમારા તમામ યુવા એથ્લિટ્સને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જ્યોતિ અને સમગ્ર ભારતીય ટુકડીને પેરિસ ગેમ્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ! તેઓ ત્રિરંગાને ઊંચો રાખે કારણ કે તે વૈશ્વિક મંચ પર 1.4 અબજ ભારતીયોના સપના, આશાઓ અને પ્રાર્થનાનું પ્રતિનિધિત્વ કરે છે,” તેમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

આ ઇવેન્ટમાં નેશનલ રેકોર્ડ ધારક જ્યોતિ એશિયન ગેમ્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં મેડલ મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા પણ છે, જ્યાં તેણે ગયા વર્ષે ખોટી રીતે ડિસક્વોલિફાય થયા બાદ પણ મેદાનમાં ટકી રહેવાનું પ્રભાવશાળી મનોબળ દર્શાવીને સિલ્વર જીત્યો હતો. 13 સેકન્ડથી ઓછા સમયની ઝડપ હાંસલ કરનારી તે એકમાત્ર ભારતીય મહિલા છે અને આ કેટેગરીમાં સૌથી વધુ ઝડપ હાંસલ કરનારી 15મી સૌથી ઝડપી ભારતીય છે. ભારતનો લાંબા સમયથી નહીં તૂટેલો અનુરાધા બિસ્વાલનો નેશનલ રેકોર્ડ જ્યોતિએ તોડ્યો હતો અને તેના પરિણામે અન્ય ત્રણ ભારતીય મહિલાઓએ પણ બિસ્વાલનો રેકોર્ડ તોડ્યો હતો.

જ્યોતિનો વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઇમ 12.78 સેકન્ડ છે, જે આ વર્ષની શરૂઆતમાં ફિનલેન્ડમાં મોટોનેટ જીપી ખાતે ફાઇનલ હર્ડલ સાથે સખત ટક્કર થઈ હોવા છતાં પુનઃ હાંસલ કર્યો હતો. તેણે તાજેતરની સિનિયર ઇન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ સુવર્ણ જીતી ભારતીય ધરતી પર તેની અજેય દોડ ચાલુ રાખી હતી.

Total Visiters :871 Total: 1500869

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *