બે પેઢીને આવરી લેતો કોટક ઈન્સ્યોરન્સનો જેન2જેન પ્રોટેક્ટ પ્લાન

Spread the love

વીમાધારકને પુરું પ્રિમિયમ પાછું આપવા ઉરાંત સંપૂર્ણ રિસ્ક કવર બાળકને ટ્રાન્સફર કરવાની ખાસ સુવિધા પ્લાનમાં આવરી લેવાશે

અમદાવાદ

કોટકમહિન્દ્રાલાઇફઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“Kotak Life”) તેનો નવો પ્રોટેક્શનપ્લાનકોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ એક જ પ્લાનમાં બે પેઢીઓને આવરી લેતા વિકલ્પ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ફીચર રજૂ કરે છે જેના દ્વારા સુરક્ષાનો વારસો આગળની પેઢીને આપી શકાય છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં આ વિશેષ કહી શકાય એવા પ્લાનમાં વીમાધારકને સુરક્ષા કવ્ચ આપવા ઉપરાંત તેણે ભરેલું સંપૂર્ણ પ્રિમિયમ પરત કરવાની સાથે વીમાક્વચ ઝોખમ) તેના બાળકને ટ્રાન્સફર કરવાની સુવિધા પુરી પાડે છે, એમ કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર હિતેષ વિરાએ પ્લાન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું.

સર્વાઇવલ પર 100 ટકા ગેરંટેડ પ્રીમિયમ પાછું આપવાના લાભ સાથે જેન2જેન પ્રોટેક્ટ માતાપિતા (લાઇફ ઇન્શ્યોરન્સ લેનાર મુખ્ય વ્યક્તિ) જ્યારે 60 અથવા 65 વર્ષની ઉઁમર વટાવે ત્યારે સંપૂર્ણ રિસ્ક કવર બાળકને ટ્રાન્સફર કરવાની ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. આ ઉપરાંત આ રિસ્ક કવર બાળક 60 વર્ષનું થાય ત્યાં સુધી તેને આવરી લે છે.

આ પ્રોડક્ટ ઇન-બિલ્ટ વેલનેસ બેનિફિટ અને અકસ્માતે થતા મૃત્યુ પર લાભ, કાયમી વિકલાંગતાનો લાભ અને ક્રિટિકલ ઇલનેસ પ્લસ જેવા રાઇડર્સ દ્વારા વ્યાપક કવરેજ ઓફર કરે છે. મહિલા પોલિસીધારકો માટે કોટક જેન2જેન પ્રોટેક્ટ મૃત્યુ થવા પર વધારાનો પાંચ ટકાનો લાભ આપે છે.

વિરાએ વધુમાં જણાવ્યું હતું કે પ્લાનમાં જોડાવા માટેની ચોક્કસ વય મર્યાદા છે. વીમાધારકને પૂરેપુરું ભરેલું પ્રિમિયમ પાકતી મુદતે પરત મળવા ઉપરાંત બાળકને 60 વર્ષની વય સુધી કોઈ પણ વધારાનું પ્રમિયમ ભર્યા વગર રિસ્ક કવરનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ પ્લાનનું પ્રિમિયમ સામાન્ય ચર્મ ઈન્સયોરન્સ કરતા બમણું કે તેથી વધુ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *