માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો ચોથો દિવસઃ રામના જન્મથી રામવનવાસ અને ગાદી સંભાળવા સુધી તથા કૃષ્ણ જન્મોત્સવનભવ્ય ઊજવણી
હરિદ્વાર

ભાગવદ કથામાં ચોથા દિવસની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામાઅવતારથી લઈને કૃષ્ણઅવતારની વાત આ દિવસે પ્રસ્તુત કરાય છે. પંચાલ પરિવારે રામાવતાર માટે તો ખાસ કોઈ તૈયારી કરવાની નહતી પણ કૃષ્ણાવતારના પ્રસંગને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસની ઈચ્છા અનુસાર તાદ્શ્ય રજૂ કરવા માટે પંચાલ પરિવારે ખાસ તૈયારી કરવી પડી. જરૂરી સાજ-શણગાર તો મળી જાય પણ કૃષ્ણ-વાસુદેવ અને દેવકીને લઈને જરૂર થોડી મુંઝવણ થઈ. જોકે સવિતા બહેન પંચાલના પુત્ર દિલીપની પુત્રી પાયલ (રાધા) અને જમાઈ જયેશે વાસુદેવ-દેવકીની ભૂમિકાનો પડકાર ઝિલ્યો તો વળી નાનકડા જયરાજે તો જાણે કશું જ કરવાનું જ નહતું .તેને તો શુંદર શણગાર કરીને કનૈયાના અવતારમાં વાંસળી સાથે હાજર કરી દેવાયો. જયરાજ તો ખરેખર કનૈયા જેવો ભાષતો હતો. વાસુદેવના રૂપમાં જયેશે વેશ ધારણ કર્યો ત્યારે એક સમયે તો તેના અનેક પરિચિતો માટે તેને ઓળખવો મુશ્કેલ બન્યો હતો. સુંદર નાગશૈયા જેવી ટોપલીમાં વાસુદેવ સભાખંડમાં કનૈયાને લઈને આવ્યા એટલે તો દર્શકોએ તેને વધાવી લીધો. એમ તો ભાગવાદમાં કદાચ આ સૌથી રસપ્રદ પ્રસંગ કહી શકાય અને તેને શાસ્ત્રીજીના માર્ગદર્શનમાં પંચાલ પરિવારે દિપાવી દીધો.
રામાવતાર
શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે દિવસની શરૂઆતમાં રામાવતારનો પ્રસંગ અત્યંત ભાવવાહી રીતે રજૂ કર્યો. દશરથની પત્નીઓ અને રામ જન્મ, કૈકેઈને મંદોદરીન ભંભેરણી, દશરથના આદેશથી રામનું વનવાસ પ્રસ્થાન, તેમની સાથે લક્ષ્મણ-સીતાનું જોડાવું, ગાદી પર બેસવાનો ભરતનો ઈનકાર, રાજા દશરથનું મૃત્યું, 14 વર્ષ બાદ રામની વાપસી અને અયોધ્યાની ગાદી સંભાળવા સહિતના પ્રસંગોને શ્રોતાઓએ એકચિત્તે માણ્યા.
કુંવરબાઈનું મામેરૂં
શાસ્ત્રીજીએ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાના પ્રસંગને પણ કર્ણપ્રિય રીતે વણી લીધો અને ભક્ત નરસિંહ મહેતાની પુત્રીનું મામેરું કઈ રીતે પ્રભુએ પાર પાડ્યું એના વર્ણને તો શ્રોતાઓની આંખોમાં ઝળઝળિયા લાવી દીધા. શાસ્ત્રીજીએ તેમની ખુબી મુજબ આ તકે પણ એક રામ ભક્તનું ઉત્તમ દ્રષ્ટાંત રૂપે સત્યકથા રજૂ કરી. દાયકાઓ પહેલાની ઘટનાને શાસ્ત્રીજીએ એવી રીતે રજૂ કરી કે તમામ પાત્રો દર્શકોની નજર સામે તરી આવ્યા. એક વેપારીના પુત્રોને કોઈક પ્રસંગ માટે પૈસાની જરૂર પડી. તેઓએ પિતાને વાત કરી. રામભક્ત પિતાએ કહ્યું રામ કરે શો હોય. તેઓ એક શાહુકારને ત્યાંથી વ્યાજે પૈસા લઈ આવ્યા. મુદત પૂરી થતા પહેલા પુત્રોએ પિતાને તમામ વ્યાજ સાથેના પૈસા શાહુકારને પહોંચાડવા માટે આપી દીધા. પિતા શાહુકારને પૈસા આપવા ગયા અને કપટી શાહુકારે પૈસા તો લઈ લીધા પણ ચિઠ્ઠીને ગેરવલ્લે કરી વેપારીને પૈસાની માગણી કરતી નોટિસ આપી. પુત્રો ગભરાઈ ગયા. કોર્ટના ચક્કર શરૂ થયા. તમામ વિટંબળાઓ દરમિયાન વેપારી એક જ વાત, રામ કરે શો હોયનું રટણ કરતા રહેતા. કોર્ટમાં જજ સવાલ કરે તો એમાં પણ તેઓ રામ કરે શો હોય એમ કહીને જવાબ આપતા રહેતા. અંતે સાક્ષી હાજર કરવાની વાત આવી અને અચાનક જ એક સાક્ષી એક ચબરખીને પુરાવા રૂપે કોર્ટમાં આપીને અદ્રશ્ય થઈ ગયો. ઈશ્વરની હાજરી-કૃપા સમાન આ ઘટનાથી જજ પણ ચકિત થઈ ગયા હતા. ભગવાન છે પણ તેના માટે તમારી દ્રષ્ટી હોવી જોઈએ એ બાબતનું આ દ્રષ્ટાંત હતું.
કૃષ્ણજન્મ પૂર્વેની કંસની ક્રૂરતા
કૃષ્ણના જન્મ માટેનો દેવકી-વાસુદેવના સંઘર્ષની વાત તો જાણીતી છે. આ સમગ્ર પ્રસંગમાં કંસની એક પછી એક બાળકોની હત્યા ક્રૂરતાને શાસ્ત્રીજીએ એ પ્રકારે વર્ણવી કે કંસ માટે સ્વભાવિક ફિટકાર નિકળી જાય. જોકે. સમગ્રતઃ નંદ-યશોદાને ત્યાં કનૈયાના જન્મના ઉત્સવની વાત સાથે કથાને વિરામ અપાયો.
અમદાવાદ બોપલના આદેશ આશ્રમના મહંત શ્રી અજિતનાથજી બાપુનું પ્રાસંગિક પ્રવચન