
હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી વિવિધ પ્રકારની સુશોભિત વસ્તુઓ નો ઉપયોગ કરીને રચનાત્મક આકૃતિઓ બનાવી હતી. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા શ્રીમતી પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.
