
સુરત
ટેબલ ટેનિસની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને રવિવારે ભારત સરકારના જળ શક્તિના માનનીય પ્રધાન સી આર પાટીલે ખુલ્લી મૂકી હતી. આમ તેમણે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સુરતના પંડિય દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં શ્રી પાટીલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ પ્રમોદ ચૌધરી અને આયોજન સેક્રેટરી કુશલ સંગતાણી ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ટોચના વહીવટીંતંત્રગણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુરતના મેયર દક્ષેષ માવાણી, અરવિંદ રાણા (એમએલએ રુત-ઇસ્ટ), નિરંજન ઝાઝમેરા (સુરત શહેર ભાજપના પ્રમુખ), સુરત સિટી પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, (આઇપીએસ), રાજન પટેલ ( સુરત મ્યુનિ. કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન), પરેશ પટેલ ( એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન) સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં મેજર ધ્યાનચંદ ખએલ રત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન એ શરથ કમાલ, કમલેશ મહેતા (ટીટીએફઆઈના મહામંત્રી), વિપુલ મિત્રા (નિવૃત્ત આઇએએસ અને જેસટીટીએના ચીફ પેટ્રન), હરિ પિલ્લાઈ (જીએસટીટીએના સેક્રેટરી), નિશિથ મહેતા (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, જીએસટીટીએ), અમિત ચોક્સી (ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરતના સેક્રેટરી), રૂજુલ પટેલ (જીએસટીટીએના ટ્રેઝરર), એન-જે ગ્રૂપના સ્થાપક અને માલિક કૈલાશ હાકીમ (FOSTTAના પ્રમુખ) અને નીરજ જૈન (ડાયરેક્ટર, કોસ્કો-ઇન્ડિયા લિમિટેડ સ્ટિગા (ભારત)નો સમાવેશ થતો હતો.
20 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચેમ્પિનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ થઈ રહ્યું છે. જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)નો સહકાર સાંપડેલો છે.
આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) છે અને હીરો તેના સ્પોન્સર છે અને કો-સ્પોન્સર એનજે ગ્રૂપ છે તો એસોસિયેટ્સ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ, ઓએનજીસી, પ્રતિભા ગ્રૂપ અને એરપર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ છે, સ્ટિગા ઇક્વિપમેન્ટ સ્પોન્સર રહેશે જ્યારે SIDS હોસ્પિટલ મેડીકલ પાર્ટનર રહેશે.
આ ચેમ્પિયનશિપનું ઉદઘાટન કરતાં અગાઉ પાટીલે ઉપસ્થિત ખેલાડીઓને આકરી મહેનત જારી રાખીને ઓલિમ્પિક્સમાં રમવાનો લક્ષ્યાંક ધરાવવાનો અનુરોધ કર્યો હતો. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ખેલ મહાકૂંભ ઇવેન્ટ સફળ રહી છે અને અમે 2036ની ઓલિમ્પિક ગેમ્સ ભારતમાં આયોજિત કરવા માટે અમે શક્ય તેટલા પ્રયાસ કરીશું. જેમાં ઇન્ટરનેશનલ કોચની સેવાઓનો પણ સમાવેશ થાય છે“તેમ નવસારીના સાંસદ પાટીલે જણાવ્યું હતું.