દીવ
ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, દીવ માં 19.5.25 થી 24.5.25 સુધી આયોજન કરવામાં આવેલ છે. દીવ, ઘોઘલા માં બીચ સોકર રમાડવા માં આવે છે.
20.5.25 ના રોજ બીચ સોકર માં ગુજરાત નો મુકાબલો ઉત્તર પ્રદેશ સાથે હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, મિસબાબાનું સિંધી અને શાંતિ ઓડેદરા દ્વારા 1-1 ગોલ કરવામાં આવેલ. ઉત્તર પ્રેદેશ ના મુસ્કાન ખાન અને કેએમ સોમમ દ્વારા 2-2 ગોલ તથા ફરિદા અન્સારી અને હિના ખાતૂન દ્વારા 1-1 ગોળ કરવામાં આવેલ. ફાઇનલ સ્કોર ગુજરાત ના 7 ગોલ અને ઉત્તર પ્રેદેશ ના 6 ગોલ થેયલ અને ગુજરાત નો 1 ગોલ ના માર્જિન થી વિજય થેયલ.
એક ગ્રૂપ માં લીગ ના 3 મેચ રમવાના હોય 2 વિજય સાથે ગુજરાત સેમિફાઇનલ માટે કવાલિફાય થઈ ગયેલ છે.
