આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો – ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ થયો

Spread the love

આરઓએઈ વાર્ષિક ધોરણે 15.3 ટકાની સરખામણીએ 21.5 ટકા થયો

31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના અને ત્રિમાસિક ગાળા માટેની કામગીરી

ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024થી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધારે ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2025ના ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટેનો ગાળો અગાઉના વર્ષો સાથે સરખાવવામાં આવ્યો નથી.

·        કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2025ના નવ મહિનામાં રૂ. 206.23 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં રૂ. 187.03 અબજથી 10.3 ટકા વધુ હતી. આ આવક 7.8 ટકાની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં ઊંચી હતી. 1/n ની અસરને બાદ કરતા કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2025ના નવ મહિના માટે 11.9 ટકા વધી હતી.

કંપનીનો જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.30 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.14 અબજ થયો હતો જે 9.5 ટકાની ઉદ્યોગની વૃદ્ધિ સામે 0.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. 1/n ની અસરને બાદ કરતા કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.8 ટકા વધી હતી.

·        નાણાંકીય વર્ષ 2025ના પહેલા નવ મહિના માટે કમ્બાઇન્ડ રેશિયો 102.9 ટકા હતો જે નાણાંકીય વર્ષ 2024ના નવ મહિના માટે 103.7 ટકા હતો.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કમ્બાઇન્ડ રેશિયો 103.6 ટકાની સામે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 102.7 ટકા હતો.

·        નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં કરવેરા પૂર્વેનો નફો (પીબીટી) રૂ. 18.57 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા નવ મહિનામાં રૂ. 26.53 અબજ થયો હતો જે 42.8 ટકાનો વધારો છે.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પીબીટી રૂ. 5.74 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 67.3 ટકા વધીને રૂ. 9.60 અબજ થયો હતો.

નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં મૂડી લાભ રૂ. 3.95 અબજની સામે નાણાંકીય વર્ષ 2025ના નવ મહિનામાં રૂ. 7.96 અબજ થયો હતો. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મૂડી લાભ રૂ. 1.08 અબજથી વધીને નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.76 અબજ થયો હતો.

·        આ જ રીતે નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં કરવેરા પછીનો નફો (પીએટી) રૂ. 13.99 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા નવ મહિનામાં રૂ. 19.99 અબજ થયો હતો જે 42.9 ટકાનો વધારો છે.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 4.31 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 67.9 ટકા વધીને રૂ. 7.24 અબજ થયો હતો.

·        નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઈ) 17.1 ટકાની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2025ના નવ મહિનામાં 20.8 ટકા હતું.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આરઓએઈ 15.3 ટકાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 21.5 ટકા હતું.

·        31 ડિસેમ્બર, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.36 ગણો હતો જે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ 2.65 ગણો હતો અને 1.50 ગણાની લઘુતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધુ હતો. 31 માર્ચ, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.62 ગણો હતો.

Operating Performance Review:

                                       (₹ billion)

Financial IndicatorsQ3 FY2024Q3 FY2025Growth%9M FY20249MFY2025Growth%FY2024
GDPI62.3062.14-0.3%187.03206.2310.3%247.76
PBT5.749.6067.3%18.5726.5342.8%25.55
PAT4.317.2467.9%13.9919.9942.9%19.19

Ratios:

Financial IndicatorsQ3 FY2024Q3 FY20259M FY20249M FY2025FY2024
ROAE – Annualised15.3%21.5%17.1%20.8%17.2%
Combined Ratio (CoR)*103.6%102.7%103.7%102.9%103.3%

*Excluding the impact of CAT losses of ₹ 0.54 billion in Q3 FY2024, the combined ratio was 102.3%, there were no CAT losses for Q3 FY2025. Excluding the impact of CAT losses of ₹ 1.37 billion in 9M FY2024 and ₹ 0.94 billion in 9M FY2025, the combined ratio was 102.6% and 102.3% respectively.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *