
મુંબઈ
બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ) રજૂ કરી છે જે 21 જાન્યુઆરી, 2025થી 4 ફેબ્રુઆરી, 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. ભારત વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર તરફ સંક્રમણ કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ રોકાણકારોને વિસ્તરતા ઉર્જા ક્ષેત્રનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે.
એવું કહેવાય છે કે “ઊર્જા એ સમૃદ્ધિની ચાવી છે”. ઇતિહાસ દર્શાવે છે કે વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર તરફ સંક્રમણ થતાં દેશોની ઉર્જા માગમાં વધારો થાય છે. “જેમ જેમ ભારતનો જીડીપી આગામી પાંચ વર્ષમાં 1.9 ગણો વધવાનો અંદાજ છે, તેમ ભારતની ઉર્જા માગ પણ 1.7 ગણી વધવાની તૈયારીમાં છે*. “અમારું બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ભારતના ઉર્જા ક્ષેત્રના વિકાસમાંથી રોકાણકારો માટે નફાકારક રોકાણની તકો ખોલવા માટે સજ્જ છે,” એમ બરોડા બીએનપી પરિબા એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એએમસી)ના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું.
ભારતના ઉર્જા વિકાસની લહેર પર વૃદ્ધિની ગતિ
2003 અને 2023 દરમિયાન, ચીનનો ઉર્જા વપરાશ, પ્રતિ વ્યક્તિ, 1.5 મેગાવોટ કલાક (MWh) થી વધીને 6.6 MWh# થયો, જે જીડીપી વિસ્તરણ સાથે જોડાયેલ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે, દક્ષિણ કોરિયાનો ઉર્જા વપરાશ જીડીપીમાં તેના પ્રતિ વ્યક્તિ વધારાને નજીકથી પ્રતિબિંબિત કરે છે. ભારત હવે સમાન વિકાસના માર્ગ પર છે, જેમાં ઘર, કૃષિ, ઉદ્યોગ, વાણિજ્યિક સંસ્થાઓ અને માળખાગત સુવિધાઓમાં વ્યાપક-આધારિત ઉર્જા માગ છે.
“ઉર્જા એ એક વ્યાપક રોકાણ થીમ છે જેમાં નિફ્ટી 500 ઇન્ડેક્સના લગભગ ત્રીજા ભાગના શેરોનો સમાવેશ થાય છે જેમાં વિવિધ ક્ષેત્રો અને પેટા-ક્ષેત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. વધુમાં, અમારા સંશોધન દર્શાવે છે કે નિફ્ટી એનર્જી ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (નિફ્ટી એનર્જી TRI) નો પ્રાઇસ-ટુ-ઇક્વિટી અને પ્રાઇસ-ટુ-બુક રેશિયો નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સની તુલનામાં ઓછો છે, પરંતુ તે બ્રોડર માર્કેટની તુલનામાં વધુ ડિવિડન્ડ યીલ્ડ અને ઝડપી કમાણી વૃદ્ધિ પણ ધરાવે છે,” એમ ઈક્વિટી ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને આ સ્કીમના ફંડ મેનેજર સંજય ચાવલાએ જણાવ્યું હતું.
અર્થતંત્રની માગને પહોંચી વળવા માટે ઉર્જા સ્ત્રોતોમાં કોલસો, ક્રૂડ ઓઇલ, ગેસ, ન્યુક્લિયર, સોલાર, પવન, હાઇડ્રો, જીઓથર્મલ અને હાઇડ્રોજનનો સમાવેશ થાય છે. બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ તેની સંપત્તિનો ઓછામાં ઓછો 80% હિસ્સો બજાર મૂડીકરણમાં પરંપરાગત અને નવી ઊર્જાના સંશોધન, ઉત્પાદન, વિતરણ, પરિવહન અને પ્રક્રિયામાં સામેલ કંપનીઓના ઈક્વિટી સ્ત્રોતોને ફાળવશે.
ઐતિહાસિક રીતે સાબિત પ્રદર્શન
બરોડા બીએનપી પરિબા એએમસી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે નિફ્ટી એનર્જી TRIએ 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા 3, 5, 7 અને 10 વર્ષના સમયગાળામાં નિફ્ટી 500 TRI કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. આ લાંબા ગાળાના આઉટપર્ફોર્મન્સ ઊર્જા થીમની સંભવિતતાને દર્શાવે છે કે તે લાંબા સમય ગાળા દરમિયાન રોકાણકારો માટે સંભવિત વળતર ઉત્પન્ન કરી શકે છે. શ્રી સોનીએ ઉમેર્યું કે, “અમારું બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયના હોલ્ડિંગ સમયગાળાવાળા ઈક્વિટી રોકાણકારો માટે આદર્શ ગણી શકાય.”
ભવિષ્ય માટે તૈયાર પોર્ટફોલિયો
આ સ્કીમ પરંપરાગત ઊર્જા શૃંખલામાં રોકાણની તકો તેમજ નવા ઊર્જા સંક્રમણો પર ધ્યાન કેન્દ્રિત કરશે. “ભારતીય ઉર્જા માગ એક દીર્ઘકાલિન મુદ્દો છે જે ભારતના મધ્યમ વર્ગનો વ્યાપ બમણો થવાથી, ઉચ્ચ આવક દ્વારા સંચાલિત જીવનશૈલીમાં પરિવર્તન અને ઉર્જા સંક્રમણથી બળવાન બનશે. વધુમાં, સરકાર 2030 સુધીમાં કુદરતી ગેસનો હિસ્સો 15% સુધી વધારીને ભારતની ઉર્જા સુરક્ષામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આપણી કોલસા સુરક્ષાને વેગ આપી રહી છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2024-2028 દરમિયાન વાર્ષિક 50 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા માટે બિડ આમંત્રિત કરવાની સરકારની યોજનાને કારણે 2031-32 સુધીમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતા 4 ગણી અને પવન ઉર્જામાં 2.5 ગણી વૃદ્ધિ થશે. આ માળખાકીય ફેરફારોનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે નફાકારક રોકાણની તકોનો સંપૂર્ણ માર્ગ ખોલવાનો છે,” એમ શ્રી ચાવલાએ ઉમેર્યું હતું.
બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એ ફંડ હાઉસના ‘ટુગેધર ફોર મોર’ ના બ્રાન્ડ વચનને ધ્યાનમાં રાખીને બીજી ઓફર છે જે ખર્ચ-અસરકારક, વ્યાવસાયિક રોકાણ વ્યવસ્થાપન સર્વિસી સાથે સંપત્તિ સર્જવા માટે બજારોની શક્તિને એકસાથે લાવવા માટે રચાયેલ છે, જે બચતકર્તાઓને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે.
આ મુખ્ય ક્ષેત્ર પર સરકારના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ હાલમાં કાર્યરત છે, જેમાં ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર મોડ્યુલો પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ), નેશનલ સોલાર મિશન રૂફટોપ સ્કીમ, બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ અને રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનનો સમાવેશ થાય છે.
