હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ઝૂલણ યાત્રાની ઉજવણી થશે

Spread the love

અમદાવાદ
ઝૂલણ ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને બીજી ગોપીઓ તથા ગોપાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન મસ્તી અને ધુન સાથે વૃંદાવનમાં ઝૂલતા હતા.


હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી શ્રી રાધા માધવને દરરોજ જુદી જુદી રીતે ખૂબ જ સુંદરરીતે શણગારેલ ઝૂલણ પર બિરાજમાન કરીને ઝૂલવવામાં આવશે. ઝૂલનને ભવ્ય ફૂલોથી સજાવવામાં આવશે જેમકે કેરીલેસન, સેવંતી, જરબારા, મેરીગોલ્ડ, રજનીગંધા, ઓરચીડ,કામિની વિગેરે તથા રંગબેરંગી માળા, ફળો , સુકા મેવા વગેરેથી સુંદર રીતે સજજ કરવામાં આવશે. ભગવાન શ્રી શ્રી રાધા માધવને ઝૂલન પર બિરાજમાન કરાવી આરતી ઉતારવામાં આવશે સથોસાથ ખાસ કિર્તન “જય રાધા માધવ ગીતી”નું ગાન કરવામાં આવશે. ભક્તો ભગવાનશ્રીની પ્રસન્નાર્થે જુદી જુદી જાતના ભોગ અર્પણ કરશે. આખો દિવસ સતત કિર્તન અને ભજનનું ગાન કરવામાં આવશે તેમજ મંદિરની મુલાકાત લેનાર દર્શનાર્થીઓને ભગવાનશ્રીને ઝૂલવવાનો અવસર પ્રાપ્ત થશે.
આ વિષયસંદર્ભમાં શ્રી હરિ-ભક્તિ-વિલાસે કહ્યું છે કે “ ભગવાનશ્રીને પ્રસન્ન કરવા માટે ભક્તો દરેક પ્રસંગે અનેક તહેવારો રાખે છે અને સતત સંકિર્તન કરે છે. તેમની ક્ષમતા અનુસાર ભક્તો ભગવાનશ્રી ને ઉનાળા દરમ્યાન બોટમાં બિરાજમાન કરી, શોભાયાત્રા યોજી, તેમના સુકોમળ શરીર પર ચંદનનો લેપ લગાવી, ચામરથી સજજ કરી, ઝવેરાતના હાર પહેરાવી, તેમને સ્વાદિષ્ટ વ્યંજનો અર્પણ કરી, અને તેમને સુંદર ચંદ્રપ્રકાશમાં ઝૂલવવા માટે બહાર લાવવામાં આવે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *