હીરામણિ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Spread the love

       હીરામણિ સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ) માં ધોરણ:- 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિશે જાગૃતિ આવે, તે માટે અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રિક્ટ સર્વિસીસ ઓથોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે 01 ઓગસ્ટ 2025 ના રોજ હિરામણિ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી સર્વિસના ફુલ ટાઈમ સેક્રેટરી એમ. આર. પટેલ અને NCB માંથી પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ પરીખે વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.  વિદ્યાર્થીઓને ડ્રગ્સ શું છે? તેના પ્રકાર, તેના પ્લાન્ટ, કોના દ્વારા ફેલાય છે, ડ્રગ શરીર ઉપર શું અસર કરે ?  તેના ગેરફાયદા અને ડ્રગ્સના કારણે સામાજિક અને આર્થિક પરિણામોથી માનવજીવન કેટલું પ્રભાવિત થાય છે. તે સર્વેની વિસ્તૃત માહિતી પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને  ઉદાહરણ આપી સમજાવવામાં આવી.  આ ઉપરાંત આપણા સમાજમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને આપણા ધ્યાને આવે તો કઈ જગ્યાએ ફરિયાદ કરી શકાય તે સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓને  કોઈપણ પ્રકારનું  ડ્રગ્સનું સેવન ન કરવા, તેમજ સમાજમાં આ પ્રકારનું દુષણ ક્યાંય જણાય તો તેને રોકવાના પ્રયત્ન કરવા. બાબતે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી. આમ વિદ્યાર્થીઓ પોતે જાગૃત થઈ કુટુંબ, સમાજને જાગૃત કરીને સામાજિક જવાબદારી નિભાવવા સક્રિય પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *