બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ દ્વારા વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો

અમદાવાદ આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં જસ્ટિસ ઓન ટ્રાયલ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં જસ્ટિસ ઓન ટ્રાયલ નામની કાનુની સલાહ આપતી સંસ્થા દ્વારા હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોને વસિયતનામું, સીનીયરને લગતા કાયદા વગેરે બાબતોએ ઝીણવટપૂર્વક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધારાશાસ્ત્રી કાર્તિક રાવલ, વકીલ સવાણી સાહેબ વગેરેએ ઉપસ્થિત રહી કાનૂની માર્ગદર્શન આપ્યું હતું.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા HEALTH IS WEALTH ની થીમ પર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઅને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં રંગોળી – દિવાળી કાર્ડ – દિયા મેકિંગ સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની રંગોળી, કાર્ડ અને દિયા મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ તુઇ, રંગીન પેપર,  આભલા, એક્રેલિક કલર તેમજ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને દીવાઓને સુંદર રીતે શણગાર્યા તથા દિવાળી કાર્ડ બનાવ્યા હતાં.સુંદર રંગોથી તથા દીવા દ્વારા રંગોળીનું ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું…..

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

. હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “શ્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ…

વડાપ્રધાનના જન્મદિને હીરામણી આરોગ્યધામમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તી યોજાઈ

અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ…

હીરામણિ સ્કૂલકેમ્પસમાં 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન

અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ યુનિવર્સિટીનાં ઉપપ્રમુખ પારૂલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું .મુખ્યમહેમાન પારુલ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે અહિંસા, પ્રેમ, કરુણા અને ભાઈચારાના…

હીરામણિ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

       હીરામણિ સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ) માં ધોરણ:- 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિશે જાગૃતિ આવે, તે માટે અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રિક્ટ સર્વિસીસ ઓથોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે 01 ઓગસ્ટ 2025 ના રોજ હિરામણિ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી સર્વિસના ફુલ ટાઈમ સેક્રેટરી…

હીરામણિ સ્કૂલમાં ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાંહીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 10 વર્ષ અને 16 વર્ષના બાળકો માટે ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન આરોગ્ય વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તથા ધ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓને ટી.ડી. વેક્સિન અપાઈ હતી. જેમાં સંસ્થાના સી.ઈ.ઓ. ભગવત અમીન તથા બંન્ને માધ્યમના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ અને એકતાનો ભાવ કેળવાય તે હેતુસર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરામણિના પ્રાંગણમાં પતંગ ચગાવ્યા હતા. વિદ્યાર્થીઓ પવિત્ર બને, તંદુરસ્ત રહે અને ગગન જેવા વિશાળ બને તેમજ હૃદયમાં પ્રેમ, દયા, સદ્ભાવ જેવા ગુણો ખીલે. વિદ્યાર્થીઓએ પતંગ બનાવી ને તેને સુશોભન કરવાની સ્પર્ધામાં ભાગ લીધો…

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતીના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવાયા હતા.

હીરામણિ સ્કૂલની 25 વર્ષની પૂર્ણતાની ઉજવણી નિમિત્તે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાંયાદો કી બારાત થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.00 થી 8.00 દરમિયાન યોજાયો હતો.આ કાર્યક્રમમાં નર્સરી-કે.જી. વિભાગના 350 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમ માણવા સંસ્થાના પ્રમુખ નરહરિ…

હીરામણિ સ્કૂલની રજત જયંતી ઉજવણી નિમિત્તે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં પરંપરા (કલ આજ ઔર કલ) અને સિદ્ધિના સોપાન થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.30 થી 10.00 દરમિયાન યોજાયો હતો. રજત જયંતી પ્રસંગે હીરામણિ શાળાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,સમાજના વિશિષ્ટ ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિ હેઠળ સોફ્ટબોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ, ફૂલો વિશેની માહિતી રજૂ કરી હતી.

હિરામણી પ્રથમિક શાળામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

હીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો નું ચુસ્ત પાલન કરી જાગૃતિ લાવવાનો હતો.

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રસી મૂકવાનો કેમ્પ યોજાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રરી મૂકવાનો કેમ્પ યોજાયો