હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં
યાદો કી બારાત થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.00 થી 8.00 દરમિયાન યોજાયો હતો.આ કાર્યક્રમમાં નર્સરી-કે.જી. વિભાગના 350 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં.
આ કાર્યક્રમ માણવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.રી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, ટ્રેઝરર વિજુલ અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન, આચાર્યો,શિક્ષક-ભાઈબહેનો અને લગભગ 1000 ની સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.