મુંબઈ
ડીપી વર્લ્ડ, અત્યાધુનિક પૂરવઠા ચેઇન ઉકેલ પૂરી પાડતી એક અગ્રણી વૈશ્વિક કંપની રજૂ કરે છે, ભારત આફ્રિકા સેતુ. આ પહેલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી છે.
આ પ્લેટફોર્મ ભારતીય વ્યવસાયોને મજબૂત વેરહાઉસિંગ, વેપાર ધિરાણ અને વિતરણ નેટવર્ક જેવી સુવિધા પૂરી પાડશે – દક્ષિણ-દક્ષિણ કોઓપરેશન તથા સાંકળતા વિકાસને પ્રોત્સાહન આપશે. તે ભારત અને આફ્રિકા બંને દેશોના ભૌગોલિક વિસ્તારોમાં ડીપી વર્લ્ડ દ્વારા સંચાલિત બંદરોને, આર્થિક ક્ષેત્રો અને લોજિસ્ટિક્સ પાર્ક વચ્ચે દરિયાઈ અને હવાઈ જોડાણ દ્વારા જોડશે. ભારત આફ્રિકા સેતુ ભારતીય નિકાસકારોને 53 આફ્રિકન દેશોમાં એક્સેસ આપશે, જ્યાં ડીપી વર્લ્ડ પહેલાથી જ મજબૂત લોજિસ્ટિક્સ ફૂટપ્રિન્ટ ધરાવે છે, જે 260,000 વેચાણ બિંદુઓ સાથે જોડાય છે.

ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, હિઝ એક્સિલન્સી સુલતાન અહેમદ બિન સુલૈયમ એ ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયૂષ ગોયલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં મુંબઈ ખાતે, દુબઈ-ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં ‘ભારત આફ્રિકા સેતુ’ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આફ્રિકા વિવિધ દેશોમાંથી આશરે લગભગ 430 બિલિયન યુએસ ડોલરની કિંમતના માલની આયાત કરે છે, જે બતાવે છે કે, વૈશ્વિક નિકાસકાર માટે તે એક મહત્વપૂર્ણ બજાર છે. હાલમાં ભારત એ આફ્રિકામાં 28 બિલિયન ડોલરના કિંમતનો માલ નિકાસ કરે છે, જે આફ્રિકાની કુલ આયાતનો 6.5 ટકા હિસ્સો ધરાવે છે. આ ભારતના નિકાસ અર્થતંત્ર માટે 2030 સુધીમાં તેનો હિસ્સો 12 ટકા સુધી વધારવાની એક મહત્વની તક આપે છે.
ભારત આફ્રિકા સેતુમાં સક્ષમ ફિઝિકલ માળખાકીય સુવિધાઓની સાથે, મૂલ્યવર્ધિત સેવાઓને પણ જોડશે- તેનાથી એક સર્વાંગી વેપાર ઇકોસિસ્ટમ ઉભી કરશે. તે ભારતીય ઉત્પાદકોને નવા તથા આગામી ઉત્પાદનના વિચારો પ્રદર્શિત કરવા સમર્થ બનાવશે. તે નિકાસ ફાયનાનાસ, માર્કેટિંગ તથા બ્રાન્ડિંગ, પેકેજિંગ, લોજિસ્ટિક્સ, પરીક્ષણ અને પ્રમાણપત્ર સેવાઓ જેવી વેપાર સહાયક સેવાઓની સુલભતાની ખતારી કરશે અને રોકડ પ્રવાહના અવરોધોને પણ ઘટાડે છે. વધુમાં, તે નિયમનકારી પ્રક્રિયાઓ, લાયસન્સિંગ આવશ્યક્તાઓનું પાલન કરવામાં સરળતા તથા સરકારી મંજૂરી માટે અરજી કરવાની પણ સુવિધા આપશે.
ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયૂષ ગોયલ જણાવે છે કે “આફ્રિકા એ ભારત માટે વ્યૂહાત્મક વેપાર ભાગીદાર તરીકે અપાર આશાઓ ધરાવે છે. આ સંભાવનાને સંપૂર્ણપણે અનલોક કરવા માટે, કનેક્ટિવિટીને મજબૂત કરી, વેપાર અવરોધોને ઘટાડવા તથા ભારતીય વ્યવસાયોને આફ્રિકાના ગતિશીલ બજારોમાં પ્રવેશ તથા વિકાસ માટે સશક્ત બનાવી જરૂરી છે. ભારત આફ્રિકા સેતુ આ દિશામાં એક નક્કર પગલું છે. જે ખાનગી ક્ષેત્રની નવીનતા તથા રોકાણનો લાભ લઇને, અમે એક કાર્યક્ષમ, ભવિષ્ય માટે તૈયાર વેપાર કોરિડોર વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જે ભારત અને આફ્રિકા વચ્ચે સીમલેસ નિકાસ પ્રવાહને સરળ બનાવે છે, અરબી સમુદ્રની બંને બાજુ સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે.”
આ ક્રાંતિકારી પહેલ વિશે વાત કરતાં, ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, હિઝ એક્સિલન્સી સુલતાન અહેમદ બિન સુલૈયમ જણાવે છે કે “વૈશ્વિક અર્થતંત્રમાં આફ્રિકામાં મુખ્ય ખેલાડી બનવાની ક્ષમતા ધરાવે છે, જેમાં વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી કોન્ટિનેન્ટના વિકાસ અને સમૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપે છે. ‘ભારત આફ્રિકા સેતુ’ સ્થાપિત કરવા માટે ભારત સરકાર સાથેની અમારી ભાગીદારી દ્વિપક્ષીય વેપાર કાર્યક્ષમતા વધારીને અને બજાર ઍક્સેસમાં સુધારો કરીને ભારતીય નિકાસકારો માટે આફ્રિકામાં વિશાળ તકોના દરવાજા ખોલશે.”
ડીપી વર્લ્ડના સમગ્ર આફ્રિકાના વ્યાપક પોર્ટફોલિયોમાં 10 બંદરો અને ટર્મિનલ, 3 ઇકોનોમિક ઝોન, 1.5 મિલિયન ચોરસ મીટરથી પણ વધુમાં ફેલાયેલા 203 વેરહાઉસ અને ફ્રેઇટ કામગીરી, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને બજાર ઍક્સેસ ક્ષમતાઓમાં ઊંડી કુશળતાનો સમાવેશ થાય છે. આ સેવાઓને એકિકૃત કરીને, ડીપી વર્લ્ડ ભારતીય વ્યવસાયોને સ્માર્ટ અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રદાન કરે છે, જે વૈશ્વિક અવરોધોથી દૂર રહીને વેપારમાં મદદ કરી શકે છે અને તેમને આફ્રિકન બજારમાં વિકસવા માટે સક્ષમ બનાવી શકે છે.