
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ બરોડા વડોદરા ખાતે યુટીટી 86મી જુનિયર અને યુથ નેશનલ્સ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 3જી થી 11મી જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. ગુજરાતે વર્ષ 2016માં પણ આ જ સ્થળે વડોદરામાં જુનિયર અને યુથ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. ભારતના વિવિધ રાજ્યોમાંથી બોયસ વિભાગમાં 32 ટીમો અને ગલ્સ વિભાગમાં 29 ટીમો ટીમ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની છે. આ ઉપરાંત આયોજકો 10 અન્ય કેટેગરીમાં 1000 થી વધુ એન્ટ્રીની અપેક્ષા રાખે છે જેમ કે યુથ (અંડર-19) બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ, યુથ (અંડર-17) બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ, યુથ (અંડર-19) બોયઝ એન્ડ ગર્લ્સ ડબલ્સ, યુથ (અંડર-U-17) બોયઝ એન્ડ ગર્લ્સ ડબલ્સ.