ગાંધીધામ ખાતે ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડે નેશનલ ટીટી  ટુર્નામેન્ટ માર્ચમાં યોજાશે

ગાંધીધામ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિયેશનને આગામી 87મી યુટીટી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 23થી 31મી માર્ચ દરમિયાન ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે. 5,11,200/- રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી આ નેશનલ ઇવેન્ટ જીએસટીટીએ અને કચ્છ જિલ્લા…

ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સજ્જઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા….

ઓગસ્ટ 2026 માં નવી દિલ્હીમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપના લેન્ડમાર્ક 30મા સંસ્કરણનું આયોજન

હૈદરાબાદ દ્વારા આયોજિત થયાના સત્તર વર્ષ પછી, બેડમિન્ટનની સૌથી મોટી ચેમ્પિયનશિપ ભારતમાં પાછી આવી રહી છે, આ વખતે રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 વર્ષ પછી ભારતમાં પાછી આવશે, જેમાં રાજધાની, નવી દિલ્હી, ઓગસ્ટ 2026 માં સીમાચિહ્નરૂપ 30મા કાર્યક્રમનું આયોજન કરશે. આ જાહેરાત પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવી હતી, જ્યાં…

ભારત ‘2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’નું યજમાન બનશે; ગુજરાતના ત્રણ શહેરમાં વૈશ્વિક રમતનું આયોજન

બર્મિંગહામ, અલાબામા, યુએસએ, રમતગમત ક્ષેત્રે મહાસત્તા તરીકે આગળ વધી રહેલ ભારત ‘2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ (WPFG)નું  યજમાન બનશે. ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર ખાતે આ ગેમ્સ યોજાશે, આ દ્વિવાર્ષિક ઇવેન્ટમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ આવશે, જેઓ પોલીસ, ફાયર, કસ્ટમ્સ અને કરેક્શનલ  સર્વિસિસમાં ફરજ બજાવી રહ્યાં છે. વર્ષ 1985થી WPFGની શરૂઆત થયા પછી ભારત પ્રથમ દક્ષિણ એશિયાઇ રાષ્ટ્ર છે જેને આ ગેમ્સના યજમાન બનવાની તક મળી છે. આ જાહેરાત ગેમ્સના સંચાલક મંડળ, કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન (CPAF) સમક્ષ ભારતના ફાઇનલ પ્રેઝન્ટેશન પછી બર્મિંગહામ, અલાબામા ખાતે 25 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી. ભારત પણ હવે અગાઉ યજમાન થયેલા કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ દેશોના જૂથમાં શામેલ થઇ ગયું છે, જે ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ ઇકોસિસ્ટમમાં મહત્વનું સ્થાન દર્શાવે છે. આ તક માટે 15 મહિના સુધી સખત ટેકનિકલ અને વહીવટી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બર્મિંગહામ ખાતે અંતિમ પ્રેઝન્ટેશન દરમિયાન ગુજરાતની બિડ ટીમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, IAS અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મુખ્ય સચિવ એમ. થેન્નારસન IAS શામેલ હતા. જેમણે રમતના આયોજન માટે રાજ્યની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત ‘એથ્લેટ્સ ફસ્ટ’ની ફિલસૂફીમાં માને છે, જેમાં સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા, રોકાણનું પૂર્વ આયોજન, બહુ વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા, વ્યાપક તબીબી સહાય અને રમતગમત દરમિયાન ખેલાડીઓની તમામ જરૂરિયાનું ધ્યાન રાખવા સહિતની બાબતો સુનિશ્ચિત કરવામાં આવી. મહત્વાકાંક્ષી ભાગીદારી અને મજબૂત માળખાત સુવિધાઓ પ્રદાન કરીને ભારત WPFGના 40 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું આયોજન કરવાનું લક્ષ્ય રાખે છે. ભારત તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ટકાઉપણું, ટેક-ડ્રાઇવ અને કલ્ચરલ ઇમર્સિવ ગેમ્સ એડિશન પર ભાર મૂકવામાં આવ્યો છે. હાઇલાઇટ્સની વાત કરીએ તો WPFGમાં સૌપ્રથમ વખત ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિજિટલ ઓળખપત્ર સિસ્ટમ “વન-પાસ” અને રીઅલ-ટાઇમ ઓપરેશન માટે એક સંકલિત કમાન્ડ પ્લેટફોર્મનો સમાવેશ કરાયો છે. આ ગેમ્સ દેશના યુવાનોને ઇમરજન્સી સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા અને પ્લેટફોર્મ પ્રદાન કરશે, જેના માટે રાષ્ટ્રસ્તે શાળાઓ સહિત જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે. વર્ષ 2022માં 36મી નેશનલ ગેમ્સની સફળતા બાદ વર્ષ 2029માં WPFGમાં ઉમદા પ્રદર્શન દ્વારા મલ્ટી સ્પોટ્સ ઇવેન્ટમાં  ગુજરાત દેશમાં અગ્રણી સ્થળ બનવા માગે છે. 15થી વધુ સ્થળો પહેલાથી જ કાર્યરત છે, ત્યારે ગેમ્સના વૈશ્વિક ધોરણો અને ઓપરેશનલ સિસ્ટમ્સમાં હાલની માળખાગત સુવિધાઓનો લાભ મળશે. આ રમત પણ યાદગાર બની રહે તેવી અપેક્ષા છે. આર્થિક રીતે આ આ આયોજનથી પ્રવાસનને વેગ મળશે, રોજગારીનું સર્જન થશે અને માળખાગત સુવિધાઓ સુસજ્જ થશે. સામુદયિક રીતે  નાગરિકોને જોડશે, સ્વયંસેવકોને પ્રોત્સાહન આપશે સાથે જ સ્થાનિકોને વૈશ્વિક સંસ્કૃતિનો પરિચય કરાવશે. ડિજિટલ રીતે ભવિષ્યના ઉપયોગ માટે CPAFને એક ગેમ્સ એપ્લિકેશન સોંપવામાં આવશે, જે ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે સાતત્ય અને નવીનતા સુનિશ્ચિત કરશે. આ રમતના સફળ આયોજન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વૈશ્વિક મંચ પર ભારત વિશ્વસનીય યજમાન તરીકેની ઓળખ વધુ મજબૂત બનાવશે. 

ગુજરાત જુનિયર અને યુથ નેશનલ ટીટી ચેમ્પિયનશિપ યોજાશે

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ બરોડા વડોદરા ખાતે યુટીટી 86મી જુનિયર અને યુથ નેશનલ્સ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 3જી થી 11મી જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. ગુજરાતે વર્ષ 2016માં પણ આ જ સ્થળે વડોદરામાં જુનિયર અને…

DCCI અને સ્વયમે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય પેરા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા હાથ મિલાવ્યો

સ્વયમ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ફિઝિકલી ડિસેબલ ટી20 ક્રિકેટ સિરીઝમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેટ્સમેન ઓફ ધ સિરીઝ જેવા પુરસ્કારો સાથે ભારતીય પેરા ખેલાડીઓની મેચ ફીને સ્પોન્સર કરે છે. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI), ભારતમાં ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટની અગ્રણી સંસ્થા અને સ્વયમ, ભારતની અગ્રણી…

S8UL એશિયન ગેમ્સમાં એસ્પોર્ટ્સની ભાવનાને પ્રજ્વલિત કરે છે; રોમાંચક બે દિવસીય ગેમિંગ ફેસ્ટિવલનું આયોજન કરનાર પ્રથમ ભારતીય એસ્પોર્ટ્સ ટીમ બની

પ્રશંસકોને રોમાંચક ટુર્નામેન્ટ, ઉદાર ઈનામી પૂલ, આકર્ષક ભેટો અને ભારતના ટોચના ગેમિંગ સર્જકો સાથે વિશિષ્ટ મીટ અને શુભેચ્છામાં સામેલ થવાની અનન્ય તક મળશે. બેંગલોર 29-30 જુલાઇ સુધી પ્રથમવાર એસ્પોર્ટ્સ ગેમિંગ ફેસ્ટિવલનું સાક્ષી બનશે નવી દિલ્હી S8UL, ભારતની અગ્રણી એસ્પોર્ટ્સ અને ગેમિંગ સંસ્થાએ તેના પ્રથમ વખતના ગેમિંગ ફેસ્ટની જાહેરાત કરી છે, જે સમગ્ર દેશમાંથી તેના પ્રખર…