રામાયણમ્ બોક્સ ઓફિસ: પ્રથમ 5 કલાકમાં ₹26 કરોડનો ધમાકો, USમાં તૂટ્યા રેકોર્ડ્સ; જાણો ઓપનિંગ ડે કલેક્શન

Spread the love

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણમ્ પાર્ટ 1’નું વર્લ્ડવાઈડ ગ્રાન્ડ ઓપનિંગ, ભારતમાં 9,000 અને વિદેશમાં 50,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ

મુંબઈ

નિર્માતા નમિત મલ્હોત્રા અને યશના પ્રોડક્શન હેઠળ બનેલી મચ-અવેટેડ ફિલ્મ ‘રામાયણમ્ પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર આ ફિલ્મે રિલીઝના પહેલા 5 કલાકમાં જ અંદાજે ₹26 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર પોતાના વિજયી રથની શરૂઆત કરી દીધી છે.

100થી વધુ દેશોમાં 50,000 સ્ક્રીન્સ પર ગ્રાન્ડ રિલીઝ

ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ફિલ્મને આટલા મોટા પાયે રિલીઝ કરવામાં આવી છે. વિશ્વભરના 100થી વધુ દેશોમાં 50,000થી વધુ સ્ક્રીન્સ પર અને માત્ર ભારતમાં 9,000 સ્ક્રીન્સ પર ‘રામાયણમ્’ રિલીઝ થઈ છે. દેશભરમાં સવારના શોમાં 20%થી વધુ ઓક્યુપન્સી જોવા મળી છે, જ્યારે IMAX સ્ક્રીન્સ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ચૂકી છે.Sacnilkના રિપોર્ટ અનુસાર, ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં ફિલ્મે હિન્દી વર્ઝનમાંથી ₹16.04 કરોડ, કન્નડમાંથી ₹3.02 કરોડ, તેલુગુમાંથી ₹2.27 કરોડ, તમિલમાંથી ₹88 લાખ અને મલયાલમમાંથી ₹39 લાખ મળીને કુલ ₹26.67 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે.

અમેરિકામાં એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તૂટ્યા

વિદેશોમાં પણ ‘રામાયણમ્’નો ક્રેઝ ચરમસીમાએ છે. ખાસ કરીને ઉત્તરી અમેરિકામાં 4 નવેમ્બરના પેઇડ પ્રિવ્યૂ સહિત એડવાન્સ બુકિંગ $3 મિલિયન (₹28.42 કરોડ)ને પાર કરી ગયું છે. માત્ર અમેરિકામાં ઓપનિંગ વીકએન્ડ માટે 51,000થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. આ સાથે જ રામાયણમે ‘પુષ્પા 2’ (35,000), ‘RRR’ (35,000), ‘બાહુબલી 2’ (39,000), ‘જવાન’ (28,000) અને ‘કલ્કિ 2898 AD’ (40,000) જેવી ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

રૂ. 2000 કરોડનું બજેટ અને મલ્ટિપ્લેક્સ ટિકિટના ભાવ

આ ત્રિપુટી (ટ્રિલોજી) શ્રેણીના પ્રથમ ભાગનું બજેટ ₹2000 કરોડ છે, જ્યારે ત્રણેય ભાગનું કમ્બાઈન્ડ બજેટ ₹4000 કરોડ રાખવામાં આવ્યું છે. ટિકિટના ભાવની વાત કરીએ તો સિંગલ સ્ક્રીનમાં સરેરાશ ભાવ ₹200 અને મલ્ટિપ્લેક્સમાં ₹350થી ₹500 સુધીના છે. IMAX, 3D અને 4DX ફોર્મેટની ટિકિટો ₹700થી ₹1000 તથા પ્રીમિયમ ફોર્મેટની ટિકિટો ₹3100 સુધી વેચાઈ રહી છે. આમ છતાં, માત્ર PVR-INOX નેશનલ ચેઈનમાં જ ₹25 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે.

શાનદાર VFX અને પોઝિટિવ વર્ડ ઓફ માઉથ

દિવાળીના તહેવાર છતાં પ્રેક્ષકો થિયેટરો તરફ ખેંચાઈ રહ્યા છે. ફિલ્મના VFX અને ખાસ કરીને ‘રાવણ અને જટાયુ’ વચ્ચેના યુદ્ધના દ્રશ્યોની પ્રશંસા થઈ રહી છે. મજબૂત વર્ડ ઓફ માઉથને કારણે બપોર અને સાંજના શોમાં ઓન-સાઇટ ટિકિટ બુકિંગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

પહેલા દિવસની કમાણીનું અનુમાન (Box Office Prediction)

ટ્રેન્ડ એનાલિસ્ટ્સના મતે, ‘રામાયણમ્ પાર્ટ 1’ ભારતમાં પહેલા દિવસે ₹75 કરોડથી ₹90 કરોડનું નેટ કલેક્શન (ગ્રોસ ₹90-120 કરોડ) કરી શકે છે. જ્યારે વર્લ્ડવાઈડ (વિશ્વભરમાંથી) પ્રથમ દિવસે ₹150 કરોડથી ₹180 કરોડનું ગ્રોસ કલેક્શન કરવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *