ગાંધીધામ ખાતે ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડે નેશનલ ટીટી  ટુર્નામેન્ટ માર્ચમાં યોજાશે

Spread the love

ગાંધીધામ

ગુજરાત ટેબલ ટેનિસ એસોસિયેશનને આગામી 87મી યુટીટી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 23થી 31મી માર્ચ દરમિયાન ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે.

5,11,200/- રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી આ નેશનલ ઇવેન્ટ જીએસટીટીએ અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારી છે. જે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ રમાશે અને તેના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ હશે તથા તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહયોગ મળી રહેશે. સ્ટિગા ગ્લોબલ તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર રહેશે.

રસપ્રદ બાબત એ છે  13 વર્ષના લાંબા ગાળા બાદ ગાંધીધામમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લે 2013માં અહીં ઇવેન્ટ યોજાઈ હતી. કેડીટીટીએ દેશનું એવું એક માત એસોસિયેશન છે જેની પાસે પોતાનું સ્વ. એમ.પી. મિત્રા ઇન્ર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે.

આ ચેમ્પિયનશિપ માટે દેશભરમાંથી એક હજાર કરતાં વધારે યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ ગાંધીધામ આવશે. જેમાં 12 કેટેગરીમાં સ્પર્ધા થશે. આ કેટેગરીમાં સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ, સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ, સબ જુનિયર (અંડર-15), બોયઝ અને ગર્લ્સ ડબલ્સ, સબ જુનિયર (અંડર-13)  બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ, સબ જુનિયર (અંડર-13)  બોયઝ અને ગર્લ્સ ડબલ્સ અને કેડેટ (અંડર-11) બોયઝ અને ગર્લ્સ સિંગલ્સનો સમાવેશ થાય છે.

જીએસટીટીએના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ આ પ્રકારની ટુર્નામેન્ટ રાજ્યમાં યોજવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી અને કહ્યું હતું કે  “સમગ્ર દેશમાંથી યુવાન બોયઝ અને ગર્લ્સ આ વખતે અંડર-11, 13 અને અંડર-15 કેટેગરીમાં ભાગ લેનારા છે. પાયાના સ્તરથી વિકાસને ધ્યાનમાં રાખીને ગાંધીધામને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને તેનાથી રાજ્યના આ પ્રાંતમાં રમતની લોકપ્રિયતા વધશે અને ગુજરાતના તમામ ખૂણેથી ચેમ્પિયન ખેલાડીઓ પેદા થશે.” તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.

જીએસટીટીએના સેક્રેટરી શ્રી હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે આયોજકો આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી 1200 કરતાં વધારે ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખી રહ્યા છે. “આ ટુર્નામેન્ટ મોટા પાયે યોજાશે અન બંને જીએસટીટીએ તથા કેડીટીટીએ શક્ય તેટલી સર્વશ્રેષ્ઠ સવલત પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આ ટુર્નામેન્ટનું યોગ્ય પ્લેટફોર્મ પર પ્રસારણ કરાશે.” તેમ શ્રી હરિ પિલ્લાઈએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *