અમદાવાદ
સુરજ સર્યાલ (66), રુદ્ર એન. પટેલ (55*) અને ચિરાગ પરમાર (50) ની આક્રમક અડધી સદીઓની મદદથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ધિરુભાઈ અંબાણી ઈન્વિટેશન વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સેન્ચુરી સીસીને બે વિકેટે હરાવીને ચેમ્પિયન બની હતી. રિઝર્વ બેન્કે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરી સેન્ચુરી સીસીની ઈનિંગ્સ 50 ઓવરમાં સાત વિકેટે 328 રને અટકાવી હતી જેના જવાબમાં આરબીઆઈએ 46.2 ઓવરમાં આઠ વિકેટે 332 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ટૂંકો સ્કોરઃ
સેન્ચુરી સીસીઃ 50 ઓવરમાં સાત વિકેટે 328 ( સનપ્રિત બગ્ગા 83, વર્ધમાન શાહ 76, સૌરવ ચૌહાણ 62, સમિત પટેલ 60, શિવમ ત્રિપાઠી 49 રનમાં ત્રણ વિકેટ).
રિઝર્વ બેન્કઃ 46.2 ઓવરમાં આઠ વિકેટે 332 રન (સુરજ સુર્યાલ 66, રુદ્ર પટેલ 55*, ચિરાગ પરમાર 50, સૌરવ ચૌહાણ 65 રનમાં ત્રણ વિકેટ).
