અમદાવાદ
હીરામણિ સ્કૂલે તેના 25 વર્ષ પૂર્ણ થતાં એક સ્મૃતિગ્રંથનુ તૈયાર કર્યો છે. જેમાં 1999 થી 2024 સુધીની હીરામણિ શાળાની વિકાસયાત્રા દર્શાવવામાં આવેલ છે. જેનું વિમોચન તા.26-12-2024ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હૉલ, અમદાવાદ ખાતે જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું તથા હીરામણિ સ્કૂલના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ટ્રસ્ટી પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, ટ્રેઝરર વિજુલ અમીન, ગવર્નિંગ બોર્ડના મેમ્બર્સ, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યો તથા લગભગ 1000 આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.