દ્રૂત પટેલ-વંશ શાહની અણનમ બેવડી સદી, અંડર-14 ડિસ્ટ્રીક્ટમાં અમદાવાદે ગાંધીનગરને પ્રથણ ઈનિંગ્સની સરસાઈથી હરાવ્યું

Spread the love

આણંદ

રિલાયન્સ ઈન્ટર ડિસ્ટ્રિકટ બોયઝ અન્ડર-14 મલ્ટિડે ટુર્નામેન્ટ 2024-25ની ફાઈનલ મેચ આણંદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અમદાવાદ વિ ગાંધીનગર વચ્ચે રમાઈ હતી. જેમાં અમદાવાદનો પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય થયો હતો. ગાંધીનગરની ટીમે ટોસ જીતીને બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા જેના જવાબમાં અમદાવાદની ટીમે 531 રન બનાવતા તેનો પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય થયો હતો. અમદાવાદ માટે દ્રીત પટેલ અને વંશ શાહે અણનમ 200-200 રન બનાવ્યા હતા.

ટૂંકો સ્કોર

ગાંધીનગર – પ્રથમ ઈનિંગ્સઃ   72.1 ઓવરમાં 186 રન  (સિદ્ધરાજસિંહ પરમાર 107 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 58 રન, હેમ પ્રજાપતિ 21 ઓવરમાં 77 રન આપીને 4 વિકેટ).

અમદાવાદ – પ્રથમ ઈનિંગ્સઃ 161.5 ઓવરમાં  છ વિકેટે 531 રન ( દ્રીત પટેલ 410 બોલમાં 23 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 200* રન, વંશ શાહ 291 બોલમાં 24 ચોગ્ગા સાથે 200* રન,મલ્હાર નાડકર્ણી 32 ઓવરમાં 80 રન આપીને 2 વિકેટ).

ગાંધીનગર – બીજી ઈનિંગ્સ –    21 ઓવરમાં 61 રનમાં 2 વિકેટ (દિપાંશુ ગુપ્તા 32 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 36 રન).

પરિણામ  :-મેચ ડ્રો, અમદાવાદ 1લી ઇનિંગ્સની લીડથી જીત્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *