
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં પરંપરા (કલ આજ ઔર કલ) અને સિદ્ધિના સોપાન થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.30 થી 10.00 દરમિયાન યોજાયો હતો.
રજત જયંતી પ્રસંગે હીરામણિ શાળાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,સમાજના વિશિષ્ટ ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર હીરામણિ શાળાનું નામ રોશન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓનું બહુમાન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 12 ના 1500 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં.
આ કાર્યક્રમ માણવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સેક્રેટરી આર.રી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, ટ્રેઝરર વિજુલ અમીન, ગવર્નિંગ બોર્ડના મેમ્બર્સ પ્રવિણભાઈ અમીન, ઘનશ્યામભાઈ અમીન, હરિકૃષ્ણભાઈ અમીન, પ્રશાંત અમીન, હર્ષદ પટેલ, સી.ઈ.ઓ ભગવત અમીન, આચાર્યાશ્રીઓ, શિક્ષક-ભાઈબહેનો અને લગભગ 4000 ની સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.