અમદાવાદ

સ્વામી વિવેકાનંદ અંડર20 મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતની ત્રીજી અને આખરી મેચ તેલંગાના સામે 3-3 થી ડ્રૉ થઈ હતી.સ્પર્ધા 2.5.2926 થી25.5.2026 દર્મીયાન નારાયણપુર, છત્તીસગઢ ખાતે અંડર20 નેશનલફૂટબોલચેમ્પિયનશિપ 2026 ના મેચો રમાઈ રહી છે.
તમામ રાજ્યની ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. ગુજરાતની ટીમ ગ્રૂપ F માં છે. આ ગ્રુપની બીજી ટીમોમાં સ્પોર્ટ ઓથેરીટી ઓફ ઈન્ડિયા, તેલંગાના અને પોંડેચેરીની ટીમો છે.
તેલંગાના સામેની મેચમાં ગુજરાતે આક્રમક શરૂઆત સાથે એક પછી એક એમ 3 ગોલ કરી સ્કોર 3-0 કર્યો હતો. ગુજરાતના અરિહંત રાજપૂતે 9મી મીનીટે, મીખાઈલ ફર્નાંડીસે, 12મી મીનીટે અને માનવેન્દ્રસિંહ સરવૈયા દ્વારા 17મી મીનીટે ગોલ કરી લીડ 3-0 કર્યો હતો પણ પછી તેલંગાના એ વળતો જવાબ આપી સ્કોર 3-3 ની બરાબરી કરી મેચ ડ્રૉ કરી હતી.
ગુજરાતની તારીખ 5.5.202 ના રોજ રમાયેલી બીજી મેચ પોંડેચેરી સામે હતી. મેચની શરૂઆતથી જ ગુજરાતની ટીમ એટેકિંગ રમત રમતી હતી. 23મી મીનિટે અરિહંત રાજપુરોહિતે પેનલ્ટી કીક દ્વારા ગોલ કરી ગુજરાતને લીડ અપાવી હતી, હાફ ટાઈમ પહેલા અક્ષત ખત્રી દ્વારા ગોલ કરી ટીમનો સ્કોર 2-0 થયો હતો. બીજા હાફમાં પણ મેચ પૂરો થવાની થોડી મિનિટો પહેલા અક્ષત ખત્રી દ્વારા બીજો ગોલ કરી સ્કોર 3-0 કર્યો હતો. આ મેચમાં ગુજરાતનો 3-0 થી વિજયી થયો હતો.
ગુજરાતની ટીમની પહેલી મેચ 3.5.26ના રોજ સ્પોર્ટ ઓથેરીટી ઓફ ઈન્ડિયાની સામે રમાઈ હતી જેમાં ગુજરાતને 5-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો, આ મેચમાં 80 મીનીટ્સ સુધી બંને ટીમનો સ્કોર 3-3 હતો આખરી 10 મીનીટમાં સ્પોર્ટ ઓથેરીટી ઓફ ઈન્ડિયાની ટીમે 2 વધુ ગોલ કર્યા હતા.
ગુજરા ની ટીમમાં અંશ ગૌદાણી, રીત રાય, તરુણ બલાત, ચિત્રાશ, માનવેન્દ્રસિંહ સરવૈયા, નિર્મય જૈન, અંશુલ વિજયવર્ગીય, અરિહંત રાજપુરોહિત, મોહમ્મદ યુસુફ, જોય ફર્નાંડીશ, અક્ષત ખત્રિ, યશ અગરવાલ, રુદ્ર પ્રજાપતિ, કૃષ્ણ શાહી, મીખાઈલ ફર્નાંડિસ, સર્વેશ પાંડે, મેહુલ મંગેલા, દેવશક્તિ પટેલ છે.
ટીમ ના હેડ કોચ એન્ટોનીઓ પ્રેસ્લી પેરેરા મેનેજર તરીકે મલ્હાર પુરશોત્તમ જલગાઓકાર અને ફીજીયો ભાગીરથ પોકાર છે.
