હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

Spread the love

આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board Decoration સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા અને કૉ. ઓર્ડિનેટર ભરતભાઈ પટેલ વગેરેએ વિજેતા વિદ્યાર્થીઓને તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને  શુભેચ્છા પાઠવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *