હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board Decoration સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન,…

હીરામણિપ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, ક્લે વગેરેમાંથી ઈકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા હતા, અને સમાજમાં પર્યાવરણ બચાવવવાનો સંદેશ આપ્યો હતો.

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝવર્ક તથા ક્રાફ્ટ વર્ક દ્વારા રાષ્ટ્રધ્વજ-તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા  તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની  ઉજવણી કરી હતી.

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળી મહોત્સ્વ નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ ભગવતઅમીન આચાર્યા…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરદાર જયંતીની ઉજવણી કરવામાં આવી

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ :-28 /10/ 2023 શનિવારના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા ,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં . સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત…

હીરામણિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો