
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ ભગવતઅમીન આચાર્યા ભારતીબેન મિશ્રા કૉ.ઓર્ડિનેટર ભરત પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.