અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ :-28 /10/ 2023 શનિવારના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા ,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં . સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યાં હતાં. “રન ફોર યુનિટી”ના બેનર સાથે આચાર્યાશ્રી ,શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મેદાન પર ધીમી દોડ લગાવી હતી. અને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં જ્યાં આચાર્યાશ્રીએ વલ્લભભાઈ પટેલના જીવન- કવન વિશે વિસ્તૃત માહિતી આપેલ ,અને તેમનાં સ્વભાવ અને તેમની આવડત વિશે વિદ્યાર્થીઓને વાત કરી .આઝાદી બાદ અખંડ ભારતના ઘડવૈયા બન્યા તથા કાશ્મીર ,જુનાગઢ અને હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા કયા કયા પગલાં ભર્યા તેની માહિતી આપી. છેલ્લે પ્રતિજ્ઞા અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું