એક પણ કિસ્સામાં હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી, ત્રણ પૈકી બે હત્યાના કારણો તો સામે આવી ચૂક્યા છે પરંતુ રિવરફ્રન્ટમાં યુવકની હત્યાનું કારણ સામે નથી આવ્યું
અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે હત્યા રાત્રિ દરમિયાન અને એક હત્યા આજે સવારે બનતા ચકચાર મચી જવા પામી છે. મોટી વાત તો એ છે કે ત્રણ હત્યા પૈકી એક પણ કિસ્સામાં પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી શકી. ત્રણ પૈકી બે હત્યાના કારણો તો સામે આવી ચૂક્યા છે પરંતુ રિવરફ્રન્ટમાં એક યુવક ની હત્યાનું કારણ સામે નથી આવ્યું.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિને લઇ ચિંતાગ્રહ સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ઘટના સામે આવી ચૂકી છે. સૌથી પહેલા ગઈકાલે રાત્રે અમદાવાદના દધીચિ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પાસે એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. જે મામલે પોલીસે જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સ્મિત ગોહિલ નામના યુવકની ઉંમર 24 વર્ષ હતી. જેને હૃદયના ભાગે ખૂબ જ નજીકથી દેશી કટ્ટા થી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. મૃતક શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે જે તેના પિતાને વ્યવસાયમાં મદદ કરતો. સામાન્ય રીતે ભોગવેમાં લોકોની અવરજવર જોવા નથી મળતી જેથી રાત્રી દરમિયાન સમયનો લાભ લઇ અજાણ્યા શખ્સે તેની હત્યા કરી નાખી, આરોપી સુધી પહોંચવાનો હજુ ઠોસ પુરાવા નથી મળ્યા પરંતુ રિવરફ્રન્ટ ની આસપાસ તરફના તરફના રસ્તા ના સીસીટીવી ઘટના આધારે પોલીસે હથિયારા સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં સવારે હત્યાનો બનાવ બન્યો હતો. સવારના 9 ની આસપાસ અંગત અદાવતના કારણે એક હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. મિર્ઝાપુર કુરેશ હૉલ પાસે એક યુવાન પર ઉપરાંછાપરી ચપ્પૂના જેવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ. આ ઘટનામાં હત્યારા અને મૃતક વચ્ચે ધંધાકીય બાબતને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો અને આ અંગત અદાવતના કારણે આજે સવારે હત્યારા આરોપીએ 25 વર્ષીય મોહમદ બિલાલની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. પોલીસે આ હત્યા મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.