આતંકવાદીઓએ વહેલી સવારે અસ્તારી પ્રાંતના તૂર્બત વિસ્તારમાં નસીરાબાદ પોલીસ સ્ટેશન પર આ હુમલો કર્યો
કરાચી
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એ એક પોલીસ સ્ટેશન પર હુમલો કરતા એક પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા પોલીસ સ્ટેશનને નિશાન બનાવતા ભયાનક હુમલો કર્યો હતો જેમાં એક પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ વહેલી સવારે અસ્તારી પ્રાંતના તૂર્બત વિસ્તારમાં નસીરાબાદ પોલીસ સ્ટેશન પર આ હુમલો કર્યો હતો. જિલ્લા પોલીસ અધિકારી મુહમ્મદ બલૂચે આ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કોન્સ્ટેબલ એસ્સા અને હસને આતંકવાદીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ હુમલામાં એસ્સાનું મૃત્યું થયું હતું.