હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવાકે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે ,મોલ્ડીંગ ડફ ક્લે અથવા લોટ જેવાં વેસ્ટ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણ ને નુકસાન ન પહોંચાડે તેવી કલાત્મક ગણપતિજીનાં D શિલ્પનાં નમૂના બનાવ્યા હતા.

વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *