હીરામણિ નર્સરી-કે.જી. ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…

હીરામણિ સ્કૂલમાં રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય-પોરબંદર)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. આ ઈનામવિતરણ સમારોહમાં ખો-ખો, વુશુ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ચિત્રકલા, વકૃત્વસ્પર્ધા, શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ તથાતાલુકાકક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ…

ઉત્તરાયણપર્વ નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળામાં સુશોભિત પતંગ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) નાં બાળકો માટે ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમીત્તે ધો – ૧ થી ૭ માં “સુશોભિત પતંગ બનાવવાની” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ન્યૂઝપેપર, કલરીંગ પેપર, ક્રાફ્ટ પેપર, કલરીંગ પથ્થર તેમજ ડેકોરેટીવ મટીરીયલનો ઉપયોગ કરીને રચનાત્મક, કલાત્મક નમૂના બનાવ્યાં હતાં. આ સ્પર્ધામાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો.

ખેલ મહાકુંભ ૩.૦ – અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધા બાવળા ખાતે યોજાઈ

અમદાવાદ એસ.એમ.પટેલ સ્કૂલ, બાવળા ખાતે યોજાયેલી ખો ખો સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધાઓ બાવળાની એસ.એમ.પટેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. ભાઈઓ અને બહેનો માટે યોજાયેલી એક દિવસીય ખો ખો સ્પર્ધાઓમાં કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો હતો. અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ…

હીરામણિ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ  જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં  ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે…

હીરામણિ પ્રાથમિક શાળામાં પીગી બેંક, બચત બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં  પીગી બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવી પૂંઠું, કાર્ડ પેપર, બોટલ, વેસ્ટબોક્ષ વગેરેનો ઉપયોગ કરી બચત બોક્ષ બનાવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા બાળકોએ પૈસા ખોટા વાપરવા નહિ અને બચત કરવાનો શુભ સંદેશ સૌને આપ્યો હતો.

હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં દિવાળી નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતી  વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી ની  ઉજવણી નિમિત્તે મેંહદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર મેંહદી મુકી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતીબેન…

હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં દિવાળીની  ઉજવણી નિમિત્તે દિયા મેકિંગ સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીની  ઉજવણી નિમિત્તે દિયા મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર દિવડાની સજાવટ કરી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા…

હીરામણી સ્કૂલમાં તોરણ અને પોટ મેકિંગ સ્પર્ધા યોજાઈ ગઈ

હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે  શાળામાં અભ્યાસ કરતા બાળકોની પોર્ટ ડેકોરેશન અને  સર્જનાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની ક્રિએટિવિટી નો પરિચય આપતા નકામી વસ્તુઓનો કલાત્મક અને સર્જનાત્મકતાથી  સુંદર કલાકૃતિ તૈયાર કરી હતી. આ કૃતિમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિની લોકકલા એવી વર્લી, મધુબની, મંડાલા…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવાકે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે ,મોલ્ડીંગ ડફ ક્લે અથવા લોટ…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

તા.23-08-24, શુક્રવારના રોજ હીરામણિ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં શહેરની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કૂલ 48 શાળાઓના 93 પ્રોજેક્ટ્સ હતાં,જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રજૂ કર્યા હતા, જેમાં વિજેતા શાળાઓનાં વિદ્યાર્થીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જજ તરીકે ડૉ.આદિત્ય વોરા (પ્રો. ફીઝિક્સ ડિપાર્ટમેન્ટ,…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ

ગ્રો સ્પોર્ટ્સ એકેડેમી, નિકોલ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ**અંડર 14,17,19 વયજૂથના 800 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ ક્રિકેટ સિલેક્શન સ્પર્ધામાં ભાગ લીધો**સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી  સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર,  ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી…

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની જ કમિટી રચવામાં આવી જે અંતર્ગત હીરામણિ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વયંશિસ્ત જાળવતાં થાય તેનાં માટે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સી.ઇ.ઓ.ભગવત અમીન શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા,કૉ. ઓર્ડિનેટર ભરત…

હીરામણિ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ શપથ ગ્રહણમાં ચાર હાઉસના કુલ 60 વિદ્યાર્થીઓ જેમાં હેડ બોય, હેડ ગર્લ, કો. હેડબોય, કો. હેડગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, વાઈસ સ્પોર્ટ્સ કેપ્ટન ની સાથે કેપ્ટન, વાઈસ કેપ્ટન, જી.એસ. તેમજ વોલેન્ટીયર્સ સાથે મળી સ્કૂલમાં થતી વિવિધ સ્પર્ધા, શિસ્તની સાથે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ માટે પસંદ કરાયેલ વિદ્યાર્થી સમિતિઓએ પોતાનું કાર્ય ખૂબજ ઉત્સાહ,…

અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટ મળી

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટમા ઉદ્યોગપતિઓની બેઠક મળી જેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત એ સંબોધન કરી અમિત શાહને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.