
હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળકોની પોર્ટ ડેકોરેશન અને સર્જનાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની ક્રિએટિવિટી નો પરિચય આપતા નકામી વસ્તુઓનો કલાત્મક અને સર્જનાત્મકતાથી સુંદર કલાકૃતિ તૈયાર કરી હતી. આ કૃતિમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિની લોકકલા એવી વર્લી, મધુબની, મંડાલા કલાના ફોમ નો રચનાત્મક અને આયોજનપૂર્વક ગોઠવણી કરી હતી. આ પ્રકારની સ્પર્ધાથી ભારતીય સંસ્કૃતિની વિસરાતી લોક કલાઓ જીવંત કરવામાં ઉપયોગી થઈ પડે છે. ઉપરોક્ત બંને સ્પર્ધામાં શાળાના ઈનામ વિતરણ કાર્યક્રમમાં પાંચ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.