હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે

ઓટાવા
પોતાના રાજકીય ફાયદા માટે ભારત સામે ઝેર ઓકી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આજે ચૂંટણી થાય તો હારનો સામનો કરવો પડે તેવુ એક સર્વેના તારણો કહી રહ્યા છે.
javascript:false javascript:false javascript:false javascript:false javascript:false એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે જ્યારે ટ્રુડોને વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છતા લોકોની સંખ્યા 31 ટકા જ છે.
પિયરેને ચૂંટણીના સર્વેમાં સતત બઢત મળી રહી છે અને ગત વર્ષ કરતા તેમની લોકપ્રિયતામાં પાંચ ટકાનો વાધારો થયો છે. બીજી તરફ ટ્રુડોને પીએમ તરીકે પસંદ કરતા લોકોની સંખ્યા 31 ટકા પર વર્ષે દર વર્ષે સ્થિર જ રહી છે. જ્યારે ખાલિસ્તાની સમર્થક અને ટ્રુડોની પાર્ટીને ટેકો આપનાર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહની લોકપ્રિયતામાં ચાર ટકાનો ઘટાડો થયો છે. 22 ટકા લોકો તેમને પીએમ પદના શ્રેષ્ઠ દાવેદાર ગણે છે.
કેનેડાની વસતીનો એક મોટો હિસ્સો માને છે કે, ઈકોનોમી, સ્વાસ્થ્ય અને આવાસ યોજનાઓ માટે પિયરે પાસે સારામાં સારી યોજનાઓ છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પીએમ ટ્રુડોના આરોપ પર પિયરેએ કહ્યુ હતુ કે, વડાપ્રધાને તમામ પૂરાવાઓ સાથે નિવેદન આપવાની અને આ મુદ્દે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે.
