ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચીનની મુલાકાત રદ કરી
નવી દિલ્હી
હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ મામલે ચીને ભારત સાથે નવો વિવાદ ઉભો કર્યો છે… અરૂણાચલની 3 મહિલા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની હતી, જોકે તે પહેલા જ ચીને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો છે. તો ભારતે પણ એશિયન ગેમ્સની ભાવના અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો ચીન પર આરોપ લગાવી જડબાતોડ જવાબ આપ્યો છે… ઉપરાંત ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચીનની મુલાકાત રદ કરી દીધી છે.
વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવી લેખીત નિવેદનમાં જણાવ્યું છે કે, ચીને અરૂણાચલના લોકો સાથે ભેદભાવ કર્યો છે. તેમને એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવામાં આવી નથી. ત્યારબાદ ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર તે દેશમાં પગ નહીં મુકે… ભારતે ચીનની આ હરકતનો કડક વિરોધ નોંધાવ્યો છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, દેશના કોઈપણ રાજ્ય સાથે આવો વ્યવહાર સાંખી લેવામાં નહીં આવે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ચીને એશિયન ગેમ્સની ભાવનાઓ અને નિયમો બંનેનું ઉલ્લંધન કર્યું છે. દરમિયાન અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સમાં ઉપસ્થિત રહેવાના હતા, જોકે ચીને સરકારે આવી હરકત કરી નવો વિવાદ ઉભો કરતા બંને દેશો વચ્ચે વધુ ખટરાગ ઉભો થયો છે.
એશિયમ ગેમ્સમાં સામેલ થનાર ભારતીય માર્શલ આર્ટની ટીમમાં ત્રણ ખેલાડી અરૂણાચલના હતા. મહિલા વુશુ ટીમની 3 મહિલા ખેલાડીઓને એશિયન ગેમ્સના જરૂરી દસ્તાવેજો ન મળતા ચીન જઈ શકી નથી… ત્રણે ખેલાડીઓને અગાઉ એશિયન ગેમ્સ કમિટીની મંજૂરી મળી હતી, જોકે ત્યારબાદ તેમને એક્રેડેશન કાર્ડ આપવામાં ન આવ્યું… માર્શલ આર્ટની ટીમ 10 સભ્યોની હતી, જોકે માત્ર 7 સભ્યો જ ચીન થઈ શક્યા છે.
ઉલ્લેખનિય છે કે, જુલાઈમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ ચીને આવી હરકત કરી હતી. આ રમતોમાં પણ ભારતીય વુશુ ટીમ ભાગ લઈ શકી ન હતી. અહેવાલો મુજબ ચીને અરૂણાચલના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વિઝા આપ્યા હતા… આ તે જ ખેલાડીઓ છે, જેમને આ વખતે પણ એશિયન રમતોમાં ભાગ લઈ શક્યા નથી.