પાકિસ્તાને વર્લ્ડ કપ 2023 માટેની ટીમ જાહેર કરી,બાબર આઝમ પાકિસ્તાની ટીમનો સુકાની, નસીમ શાહ આઉટ

Spread the love

3 ખેલાડીઓને ટ્રાવેલિંગ રીઝર્વના રૂપે પસંદ કરવામાં આવ્યા, નસીમને એશિયાકપની ભારત સામેની મેચમાં ઈજા થઈ હતી

કરાંચી

વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(પીસીબી) પાકિસ્તાન ટીમની જાહેર કરી દીધી છે. વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને 3 ખેલાડીઓને ટ્રાવેલિંગ રીઝર્વના રૂપે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન માટે મોટો આંચકો એ છે કે નસીમ શાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. એશિયા કપ 2023ના સુપર-4માં ભારત સામેની મેચ દરમિયાન નસીમ શાહને ખભાના ભાગમાં ઈજા થઈ હતી.  તેની જગ્યાએ હસન અલીને તક આપવામાં આવી છે. 

પાકિસ્તાનની ટીમ

  • બાબર આઝમ (કેપ્ટન) 
  • શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન) 
  • ફખર ઝમાન 
  • ઈમામ ઉલ હક 
  • અબ્દુલ્લા શફીક 
  • મોહમ્મદ રિઝવાન 
  • ઈફ્તિખાર અહેમદ 
  • આગા સલમાન 
  • સઈદ શકીલ 
  • મોહમ્મદ નવાઝ 
  • શાહીન આફ્રિદી 
  • હરિસ રઉફ 
  • હસન અલી 
  • ઉસામા મીર  
  • મોહમ્મદ વસીમ જુનિયર 

ટ્રાવેલિંગ રિઝર્વ માટે આ 3 ખેલાડીઓની પસંદગી 

અબરાર અહેમદ, ઝમાન ખાન, મોહમ્મદ હરીસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *