વાઘ બકરી ટી અદાણી અમદાવાદ મેરેથોનના સત્તાવાર “ટી પાર્ટનર”
અમદાવાદ
વાઘ બકરી ટી ગ્રૂપ 132 વર્ષથી વધુ સમયથી ટી ઇન્ડસ્ટ્રિમાં વિશ્વસનીય નામ છે, 24 નવેમ્બર 2024ના રોજ યોજાનાર આગામી અદાણી અમદાવાદ મેરેથોનમાં સત્તાવાર “ટી પાર્ટનર” બન્યું છે.
અમદાવાદની પ્રીમિયર સ્પોર્ટિંગ ઇવેન્ટમાંની એક, મેરેથોન સૈનિકોને સમર્થન આપવા અને નાગરિકોમાં આરોગ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. મહિલા સશક્તિકરણ માટેની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, વાઘ બકરી આ વર્ષે મેરેથોનમાં મહિલા સહભાગીઓને સમર્થન આપવા માટે “ક્વિન્સ ઓફ કરેજ” થીમ લઇને આવ્યું છે.
અદાણી અમદાવાદ મેરેથોન 2024 માટે 4,000 થી વધુ મહિલા સહભાગીઓએ વિવિધ કેટેગરીમાં નોંધણી કરાવી છે. 22 અને 23 નવેમ્બરના રોજ યોજાનાર અદાણી અમદાવાદ મેરેથોન BIB એક્સ્પોમાં વાઘ બકરીની ટીમ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ આયોજિત કરીને મહિલા સહભાગીઓને પ્રોત્સાહિત કરશે.
ટી પાર્ટનર તરીકે, વાઘ બકરી મેરેથોનમાં 25,000 કપ ચાનું વિતરણ કરશે, અને સહભાગીઓને તેમની સફરમાં દરેક પગલે ઉત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની ચા પ્રદાન કરશે. 50 થી વધુ વાઘ બકરીના કર્મચારીઓ અને એક્ઝિક્યુટિવ્સ પણ મેરેથોનમાં જોડાશે, જે આરોગ્ય અને સુખાકારી માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે. વાઘ બકરીના સ્વયંસેવકો મેરેથોન દરમિયાન રસ્તા પર કચરો એકત્ર કરવામાં પણ મદદ કરશે.
વાઘ બકરી ટી ગ્રૂપના સીઈઓ સંજય સિંગલે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન સાથે ભાગીદારી કરવી એ અમારા માટે સન્માનની વાત છે, જે તમામ ક્ષેત્રના લોકોને એક અદ્ભુત હેતુ માટે એકસાથે લાવે છે. સવારની ચા જ્યારે ગૃહિણી દ્વારા બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ ઉત્તમ લાગે છે, અને વાઘ બકરી ટી સમાજમાં યોગદાન આપતી મહિલાઓને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવે છે. અમારી ‘ક્વીન્સ ઓફ કરેજ’ પહેલ દ્વારા, અમે મહિલા શક્તિની ઉજવણી કરીએ છીએ અને તેમને તેમના સપના સાકાર કરવા માટે સશક્ત કરીએ છીએ. એક પીણા તરીકે, ચા ઉત્સાહ વધારનારી છે અને અમે અમારી સિગ્નેચર ટી દ્વારા મેરેથોનના સહભાગીઓને ઉત્સાહિત કરવા આતુર છીએ.”
અદાણી સ્પોર્ટ્સલાઇનના સીબીઓ સંજય આડેસરાએ જણાવ્યું હતું “અદાણી અમદાવાદ મેરેથોનની સફરમાં વાઘ બકરી ટી ગ્રૂપના જોડાવાથી અમને આનંદ થાય છે. જે એક સદીથી વધુ સમયથી સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સમાંની એક છે, અને તેમની દીર્ઘ દ્રષ્ટી, સમાજને મદદરૂપ થવાનું તેમનું વલણ પ્રસંશનીય છે. અમે પણ આજ વિચારધારા સાથે કામ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી સફળ રહેશે. ”
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારી ઇવેન્ટમાં 42.195 કિમીની ફુલ મેરેથોન, 21.097 કિમીની હાફ મેરેથોન, 10 કિમીની દોડ અને 5 કિમીની દોડ એમ કુલ ચાર રેસ કેટેગરી છે.