હીરામણિ પ્રાથમિક શાળામાં હેંગિગ વોલપીસ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિપ્રાથમિક શાળા(ગુજરાતી માધ્યમ)માં દિપાવલી પર્વની ઉજવણીના ભાગરુપે ઘરને સુશોભિત કરવા માટે હેંગિગ વૉલપીસ બનાવવાની સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ ઘરને સુશોભિત કરવા લાલટેન, આબેહુબ વૃક્ષનું શિવલિંગ, શુભ-લાભ, સાથિયા, રામકૃષ્મ જાનકી વાળા, લેમ્પ આકારના કલાત્મક હેંગિગ વોલપીસ બનાવ્યા હતા તેમજ સુંદર મજાના તોરણ બનાવ્યા હતા. સાથે સૌને સ્વચ્છતા, સુઘડતાનો સંદેશ પાઠવ્યો હતો.

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતીના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવાયા હતા.

હીરામણિ પ્રાથમિક શાળામાં પીગી બેંક, બચત બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં  પીગી બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવી પૂંઠું, કાર્ડ પેપર, બોટલ, વેસ્ટબોક્ષ વગેરેનો ઉપયોગ કરી બચત બોક્ષ બનાવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા બાળકોએ પૈસા ખોટા વાપરવા નહિ અને બચત કરવાનો શુભ સંદેશ સૌને આપ્યો હતો.

હીરામણી સ્કૂલમાં તોરણ અને પોટ મેકિંગ સ્પર્ધા યોજાઈ ગઈ

હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે  શાળામાં અભ્યાસ કરતા બાળકોની પોર્ટ ડેકોરેશન અને  સર્જનાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની ક્રિએટિવિટી નો પરિચય આપતા નકામી વસ્તુઓનો કલાત્મક અને સર્જનાત્મકતાથી  સુંદર કલાકૃતિ તૈયાર કરી હતી. આ કૃતિમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિની લોકકલા એવી વર્લી, મધુબની, મંડાલા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં મહેંદી આર્ટ અને બુક માર્ક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેંદી અને બુક માર્ક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ બુકમાર્ક તૈયાર કર્યા હતા. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના અલ્પનાના આકારો અને ડિઝાઇન નો ઉપયોગ કરીને કલાત્મક મહેંદી પણ…

પેપર જ્વેલરી આર્ટ બનાવવાની સ્પર્ધા

હીરામણી હાયર સકેન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાાંર્થી કલાત્મક જ્વેલરી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરિામાાં આવ્યું. વિદ્યાર્થીઓએ ક્વીલીંગ ટેકનીકનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટીવ જ્વેલરી બનાવવામાં આવી હતી. સાથે સાથે જ્વેલરીને સુંદર રીતે શણગારીને પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કયો હતો.વિદ્યાર્થીઓમાાં રહલે સર્જનાત્મક પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ…